દરરોજ સવારે ઉઠતા જ સૌથી પહેલા કરો આ કામ, ચહેરો ખીલી ઉઠશે

 સવારની શરૂઆતની સાથે જ આખા દિવસનો હિસાબ-કિતાબ નક્કી થઇ જાય છે. જો રાત્રે ઊંઘ સારી આવી હશે તો તમે સવારે બિલ્કુલ ફ્રેશ ફીલ કરશો. તેવી જ રીતે જો સવાર માટે પણ અમે પોતાનો એક સ્કિન કેર રૂટીન નક્કી કરી લો તો તેની અસર આપણી દિનચર્યા પર પણ જોવા મળશે.

બધા ઇચ્છે છે કે તેમની ત્વચા હંમેશા ચમકતી-દમકતી રહે છે. એટલા માટે કેટલીક છોકરીઓ પાર્લરના ચક્કર કાપે છે તો કેટલાક ઘરેલૂ નુસ્ખાઓની મદદથી પોતાની સ્કિનનો ખ્યાલ રાખે છે. કહેવામાં આવે છે કે સવાર ખુશનુમા હોય તો તેની અસર આખો દિવસ જોવા મળે છે. એટલા માટે પોતાની ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવી રાખવા માટે તમે દિવસભર તમે કંઇ પણ કરો પરંતુ કેટલાક એવા નુસ્ખા પણ છે જેને દરરોજ સવારે પોતાના સૌંદર્ય રૂટીનમાં જરૂરથી સામેલ કરો. જાણો, 5 બ્યૂટી ટિપ્સ, જેને દરરોજ સવારે અજમાવવી જોઇએ.

1. લીંબૂ પાણી અને મધ

આ માત્ર સ્કિનને ડિટૉક્સ કરવાની જ શ્રેષ્ઠ પદ્ધતિ નથી, પરંતુ વજન ઘટાડવામાં પણ તમારી મદદ કરી શકે છે. હળવા હુંફાળા પાણીમાં મધ અને લીંબૂનો રસ મિક્સ કરીને પીવાથી સવારની શરૂઆત કરવી ઘણી લાભદાયી સાબિત થાય છે. આ શરીરથી તમામ ઝેરી તત્ત્વોને નિકાળીને ત્વચાને કોમળતા પ્રદાન કરે છે. લીંબૂમાં રહેલ વિટામિન સીથી ચેહરા પર પ્રાકૃતિક ચમક વધે છે.

2. બરફ

દરરોજ સવારે પોતાના ચહેરા પર બરફ રગડવાથી તમે દિવસભર તાજગીનો અનુભવ કરશો. જો સવારે ઉઠ્યા બાદ તમારા ચહેરા અથવા આંખની આસપાસની ત્વચા પર સોજો દેખાવા લાગે છે તો બરફ મસાજથી તેને પણ દૂર કરી શકાય છે. પોતાના ચહેરા પર ગોળ-ગોળ ફેરવતા બરફથી મસાજ કરો. તેનાથી તમારા રોમછિદ્ર પણ બંધ થઇ જશે.

3. કસરત

સવારે જલ્દી ઉઠીને વ્યાયામ કરવાથી તમારા ચહેરાની પ્રાકૃતિક ચમક વધે છે. તમે ઇચ્છો તો આસપાસના વિસ્તારમાં દોડીને પણ તમે એક્સરસાઇઝ રૂટીન પૂરી કરી શકો છો. તે સમયે ભલે થાકનો અનુભવ થશે પરંતુ દિવસભર તમે તાજગીનો અનુભવ કરશો અને તમારી ત્વચા પણ સ્વસ્થ રહેશે.

4. ફેસપેક

બજારમાં હવે ફેસપેક ખૂબ જ સરળતાથી મળી જાય છે પરંતુ જો તમે તમારી ત્વચાની અંદર સુધી સ્વસ્થ બનાવી રાખવા ઇચ્છો છો તો ચહેરા પર તાજા ફળમાંથી બનાવવામાં આવેલા ફેસપેક અથવા ટોનર્સ લગાઓ. તમે ઇચ્છો તો તાજાં કાપેલા ફળોને આંખ તેમજ ગાલ પર રાખીને પણ પોતાની સ્કિન કેર રૂટીન પૂરુ કરી શકો છો.

5. સ્વાસ્થ્યવર્ધક નાસ્તો

દિવસભરમાં ઘણીવાર ચટપટ ખાવા પીવાનું થઇ જાય છે. પ્રયાસ કરો કે તમારા દિવસની શરૂઆત સ્વાસ્થ્યવર્ધક નાસ્તા સાથે થાય. નાસ્તામાં ફળ, ઓટ્સ, સોજીથી બનેલી વસ્તુઓ, જ્યુસ વગેરે લો. તેનાથી તમારી ત્વચા અને શરીર, બંને સ્વસ્થ રહેશે. પોતાના નાસ્તામાં સંતુલિત અને પોષક ખાન-પાનને જગ્યા આપો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news