મુંબઈની નિભઁયા મોત સામે 30 કલાકના જંગમાં પરાજિત, સીટને તપાસ સોંપાઈ..

આખા દેશમાં ચચાઁ જગાવનાર મુંબઈ સાકીનાકા રેપ કેસની ૩૨ વષઁની પીડિતાનું શનિવારે રાજાવાડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ધટનામાં પોલીસે ૪૫ વષઁનાં આરોપી મોહન ચૌહાણની ધરપકડ કરીને કોર્ટેમાં રજુ કરાયો હતો.

કોર્ટે આરોપીને ૨૧ સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં સોંપ્યો છે. રેપ કેસની તપાસ માટે મુંબઈ પોલીસ દ્નારા રચના કરવામાં આવી છે. જેનું વડપણ એસીપી જયોત્સ રાસમ સંભાળશે. મહારાષ્ટ્રનાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી. કે ધટનાનાં આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવશે. રાષ્ટ્રીય મહિલા પંચનાં ચેરપસઁન રેખા શમાઁએ કહ્યું હતું કે, પંચ દ્નારા ધટનાની સુઓમોટો નોંધ લેવામાં આવી છે અને જાતે જ તપાસ શરુ કરાઈ છે.

રેપ કેસનાં આરોપીને ફાંસીની સજા કરવા મહારાષ્ટ્ર ભાજપ દ્નારા માંગણી કરાઈ હતી. દરમિયાન તમિલનાડુમાં ચેન્નઈ નજીક કાંચીપુરમ ખાતે ૨૦ વષઁની યુવતી પર ચાલુ કારમાં ગેંગરેપ કરાયો હોવાની ધટના બહાર આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news