દિલ્હીમાં કોરોના વકરતા ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં, કોઓર્ડિનેશન કમિટિની બેઠક બોલાવી

– બેઠકમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ બેઠકમાં હાજર રહેશે

રાજધાની દિલ્હીમાં કોરોના કેસમાં થઇ રહેલા સતત વધારાને ધ્યાનમાં રાખીને હવે દેશના ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે રવિવારે સાંજે પાંચ વાગ્યે કોરોનાને લઇને એક મહત્વની બેઠક બોલાવી છે. દિલ્હીના નોર્થ બ્લોકની અંદર ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આ કોઓર્ડિશન કમિટિની બેઠક બોલાવી છે. બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ, દિલ્હીના ઉપરાજ્યપાલ સહિતના ઘણા અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કોઇ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકની અદંર કેજરીવાલ પાછલી વખતની જેમ ફરીથી કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવાની માંગ કરી શકે છે. તો આ સિવાય કેજરીવાલ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો પાસે દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ અંગે પણ સહયોગ માંગી શકે છે. આ પહેલા પણ જ્યારે દિલહીમાં કોરોના વકર્યો હતો, ત્યારે કેન્દ્ર સરકારે તેમને કાબૂમાં લેવામાં દિલ્હી સરકારની મંજૂરી કરી હતી. ત્યારે પણ અમિત શાહ અને કેજરીવાલ વચ્ચે બેઠક થઇ હતી.

રાજધાની દિલ્હીમાં કોરોના કેસની વાત કરે તો છેલ્લા 24 કરલાકમાં કોરોનાના 7340 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના કારણે 84 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોની સંખ્યામાં થઇ રહેલા વધારાનું કારણ વધેલા પ્રદૂષણને પણ માનવામાં આવી રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news