દિલ્હી ઈલેકશન માટે ભાજપે બહાર પાડ્યું પોતાનું મેનિફેસ્ટો, ઘઉંનો લોટ સસ્તો ,મફત સ્કૂટીનું વચન

ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી ચૂંટણી માટે પોતાનું મેનિફેસ્ટો બહાર પાડી દીધું છે. ભાજપા સત્તામાં આવશે તો ગરીબોને 2 રૂપિયા કિલોના દરે સારી ગુણવત્તાનો લોટ, દરેક ઘરને સ્વચ્છ પાણી આપવાનો વાયદો કર્યો છે. ભાજપાએ વાયદો કર્યો છે કે તેઓ દિલ્હીનું નસીબ બદલી નાખશે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને હર્ષવર્ધન અને દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. ગડકરીએ મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, પાર્ટી રાષ્ટ્રીય રાજધાનીના વિકાસની બુલેટ ટ્રેન ચલાવશે. ભાજપાનો ઈતિહાસ દિલ્હી સાથે જોડાયેલો છે. ભાજપા દિલ્હીની કાયાપલટ કરી દેશે.

આ ઉપરાંત નિતિન ગડકરીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, દિલ્હીમાં પાણી અને વાયુ પ્રદૂષણ મોટી સમસ્યા છે. અમારી કેન્દ્ર સરકારે આ બંને દિશામાં કામ કર્યા છે. કેન્દ્ર સરકારે જે નિર્મલ ગંગા હેઠળ 7000 કરોડનો પ્રોજેક્ટ ચલાવ્યો છે, તેના હેઠળ દિલ્હીમાં 2070 સુધીમાં શુદ્ધ પાણીની સુવિધા મળી જશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજદીક આવી રહી છે, તેમ જ ચૂંટણી પ્રચારમાં નેતાઓની આક્રમકતા વધતી જાય છે. ભડકાઉ નિવેદનો આપનારા સામે ચૂંટણી પંચે એક્શન લીધું છે. સત્તામાં આવવા માટેની કોશિશ કરી રહેલી ભાજપા પાર્ટીના નેચાઓ પર તેની સૌથી વધુ માર પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news