અમદાવાદ-ગાંધીનગરમાં આજે જોવા મળ્યો દિલ્હી જેવો ધુમ્મસ: જાણો શું છે આગાહી ??

અમદાવાદમાં શુક્રવારે અને વિસ્તારોમાં ભરશિયાળે વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જોકે વરસાદના કારણે ઠંડીનું પ્રમાણ થોડા સમય માટે ઘટ્યું હોય તેવું અનુભવાઈ રહ્યું હતું અને વરસાદના બીજા જ દિવસે વહેલી સવારે અમદાવાદના તમામ વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળી. ધુમ્મસના કારણે વાહનચાલકોને તકલીફ પણ પડી હતી, જોકે અમદાવાદીઓને ભાગ્યે જ આવું વાતાવરણ જોવા મળે છે જેના કારણે વહેલી સવારે લોકો વૉક માટે નીકળી પડ્યા હતા.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જાણે મેઘરાજાના કારણે વાતાવરણ સાવ બદલાઈ ગયું છે. અમદાવાદમાં આજે ધુમ્મસના કારણે વહેલી સવારે લોકો વૉક માટે નીકળી પડ્યા હતા. મહત્વનું છે કે, અરબી સમુદ્રમાં ફૂંકાઈ રહેલા ઠંડા પવનોની અસર જોવા મળી છે. અમદાવાદ શહેરમાં સવારે ઝીરો વિઝિબિલિટી હતી. આ તરફ ગાઢ ધુમ્મસના કારણે માર્ગ અને હવાઈ મુસાફરીને અસર થઈ છે અને બીજી તરફ ગાઢ ધુમ્મસના કારણે સવારે 8 વાગ્યે પણ વાહનચાલકોને હેડલાઈટ ચાલુ કરવી પડી રહી છે.

અમદાવાદ-અને ગાંધીનગરમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. રસ્તાઓ પર ધુમ્મસના કારણે વિઝીબલીટી ઘટી છે. આ સાથે રસ્તાઓ પર ધુમ્મસથી લોકોને વાહન ચલાવવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને મહત્વનું છે કે, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ બાદ ઠેર-ઠેર ધુમ્મસની ચાદર છવાઇ છે.

અમદાવાદ-અને ગાંધીનગરમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. રસ્તાઓ પર ધુમ્મસના કારણે વિઝીબલીટી ઘટી છે. આ સાથે રસ્તાઓ પર ધુમ્મસથી લોકોને વાહન ચલાવવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને મહત્વનું છે કે, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ બાદ ઠેર-ઠેર ધુમ્મસની ચાદર છવાઇ છે.

હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી બાદ ફરી એકવાર નવી આગાહી કરી છે જેમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં 2થી 3 ડિગ્રી તાપમાન ગગડી શકે છે. આ તરફ આજે અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયુ અને ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું છે. તો વળી અરબી સમુદ્રમાં ફૂંકાઈ રહેલા ઠંડા પવનોની અસરને લરને અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.