દિલ્હીની તમામ શાળાઓ 31 જુલાઈ સુધી રહેશે બંધ: મનીષ સિસોદિયા

 

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું છે કે, દિલ્હીમાં 31 જુલાઈ સુધી તમામ શાળાઓ બંધ રહેશે. દિલ્હીમાં શાળા ફરીથી ખોલવા મુદ્દે આજે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરિય બેઠક કરી.

લોકડાઉન દરમિયાન જુદાં-જુદાં માધ્યમોથી શિક્ષણ શરૂ રાખવા મુદ્દે પણ ચર્ચા થઈ. બેઠકમાં જુદાં-જુદાં ધોરણો અનુરૂપ વિશિષ્ટ યોજના બનાવવા સંબંધિત સુચનો પર ચર્ચા થઈ. આ સિવાય તે વાત પર સહમતિ થઈ કે વર્તમાન સ્થિતિને જોતા શાળા હાલ 31 જુલાઈ સુધી બંધ રાખવામાં આવશે.

આજે મળેલી બેઠકનો હેતુ તે વિચાર કરવાનો હતો કે શાળા જુલાઈ બાદ ખોલવામાં આવે તો કેવા પ્રકારની તૈયારી સાથે ખુલે, બેઠકમાં દિલ્હીના સરકારી અને ખાનગી શાળાઓના 829 શિક્ષકો, 61 સ્કુલ હેટ, 920 વિદ્યાર્થીઓ તથા 829 વાલીઓ ઓનલાઈન સુચનો અને શાળા  સ્તરે 23262 શિક્ષકો અને 98423 વાલીઓના સુચનો પર આધારિત જિલ્લાવાર રિપોર્ટ પર વિચાર કરવામાં આવ્યો.

આ રિપોર્ટ શિક્ષણ નિદેશાલયના ઉપશિક્ષા અધિકારીઓએ શિક્ષણ સચિવ અને શિક્ષણ નિદેશકની ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આપી.

બેઠકમાં મનીષ સિસોદિયાએ કહ્યું કે, આપણે દરેક સુચનોના આધારે ફરીથી શાળાઓ ખોલવા માટે એવી યોજના બનાવવી જોઈએ જે વિદ્યાર્થીઓને કોરોના સાથે જીવતા શિખવે અને નવી પરિસ્થિતિમાં તેમને નવી ભુમિકા માટે તૈયાર કરી શકે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news