રેલ્વે જમીન મામલે, આત્મવિલોપન કરે તે પહેલાં કોંગ્રેસનાં રાજુલાનાં ધારાસભ્યની અટકાયત..

રાજુલામાં રેલવેની પડતર જમીન પર ફેન્સિંગના મુદ્દે રોજ રોજ વિવાદ વધતો જાય છે. કોંગ્રેસી ધારાસભ્ય અમરિશ ડેરે આ મુદ્દે રેલવે અને સ્થાનિક ભાજપના નેતાઓ સામે આંદોલન શરૃ કર્યુ છે. તેના સમર્થનમાં કેટલાક કાર્યકરોએ શર્ટ કાઢી આંદોલન કર્યું હતું. પોલીસે તેમની અટકાયત કરી હતી.

રાજુલામાં ચાલી રહેલ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રેલવે જમીન આંદોલન મામલો.
ધારાસભ્ય ના સમર્થન માં અમરેલી ના એડવોકેટ નવચેતન પરમારે અર્ધ નગ્ન અવસ્થામાં કર્યો આત્મ વિલોપન નો પ્રયાસ..
રાજુલા ચોકમાં આત્મવિલોપન કરે એ પહેલાજ પોલીસે કરી અટકાયત.

રાજુલામાં રેલવેની જમીનનો વિવાદનો મામલો.
કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરની ઉપવાસ છાવણી પર કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા અને ધારાસભ્ય વિરજી ઠુંમરે લીધી મુલાકાત.
રેલવેની જમીનનું નિરીક્ષણ કર્યું.
રાજુલા ખાતે મોઢવાડીયાએ યોજી પ્રેસ કોન્ફ્રન્સ.
ભાજપ દ્વારા જમીન અટકાવી હોવાના આરોપો સાથે મોઢવાડીયાએ કર્યા આક્ષેપ.
આ પ્રશ્નનો નિરાકરણ નહિ આવે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે : અર્જુન મોઢવાડીયા.
જો કે આ વિવાદને લઈને રેલવે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો.

રાજુલામાં રેલવેની જમીનની વિવાદ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર ઉપવાસ પર ઉતર્યા છે. ત્યારે અર્જુન મોઢવાડિયા તેમજ ધારાસભ્ય વીરજી ઠુંમરે ઉપવાસ છાવણીની મુલાકાત લીધી… બંને નેતાઓએ રેલવેની જમીનનું નિરીક્ષણ પણ કર્યું… અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ભાજપ દ્વારા આ જમીન અટકાવી રાખવામાં આવી છે.. જો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news