દગાબાજ ચીને ફરીથી રચ્યો વાટાઘાટોનો પેંતરો, કહ્યું- ‘ચર્ચા દ્વારા મતભેદ ઉકેલીશું

પીપલ્સ લિબરેશન આર્મીએ સોમવારના હુમલા માટે ભારતીય સેનાના જવાનોએ ઉશ્કેરણી કરી હોવાનો દાવો કર્યો

લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ખાતે કપટપૂર્વક ભારતીય જવાનો પર હુમલો કર્યા બાદ ચીન હવે વાટાઘાટો દ્વારા વિવાદનો અંત લાવવા વિનંતી કરી રહ્યું છે. ચીનના એક સૈન્ય પ્રવક્તાએ ભારતીય પક્ષે પોતાના ફ્રન્ટલાઈન સૈનિકોને કઠોરતાપૂર્વક રોકવા જોઈએ અને વાટાઘાટો, ચર્ચા દ્વારા સાચા રસ્તે પાછું વળવું જોઈએ તે અર્થનું નિવેદન આપ્યું હતું.

ચીની સેના અને ભારતીય સૈનિકો વચ્ચે સોમવારે રાતના સમયે જે હિંસક અથડામણ થઈ તે અંગે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના વેસ્ટર્ન થિએટર કમાંડના પ્રવક્તા ઝાંગ શુઈલીએ ભારત પર જ અનેક આરોપો મુક્યા હતા. ઝાંગ શુઈલીએ ભારતીય સેનાના જવાનોએ એલએસી પર ગેરકાયદેસર ગતિવિધિઓ દ્વારા જાણીજોઈને ભડકાઉ હુમલાની શરૂઆત કરી તેવો દાવો કર્યો હતો.

ચીનના સત્તાવાર નિવેદન

પ્રમાણે ‘ભારતીય સૈનિકોએ વચનનું ઉલ્લંઘન કરીને ફરી એક વખત ગેરકાયદેસર ગતિવિધિઓ દ્વારા એલએસીને પાર કરી. જાણી જોઈને ઉશ્કેરણી કરી અને ચીની સેના પર હુમલો કર્યો. બંને પક્ષે હિંસક અથડામણ થઈ જેમાં અનેક લોકો ઘાયલ થયા છે.’

સાથે જ પીપલ્સ લિબરેશન આર્મીએ ભારતીય પક્ષ પોતાના ફ્રન્ટલાઈન સૈનિકોને કઠોરતાપૂર્વક રોકે, તમામ ઉલ્લંઘનો અને ઉશ્કેરણીજનક ગતિવિધિઓને તાત્કાલિક રોકે અને મતભેદોના ઉકેલ માટે વાટાઘાટો અને ચર્ચા દ્વારા સાચા ટ્રેક પર આવવા ચીન સાથે હાથ મિલાવીને કામ કરે તેવી ચેતવણી આપી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news