ધર્મજ્યોતિષ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: તમારી કરેલી દરેક મહેનત સફળ થાય, આવકનો પ્રશ્ન ટળે તેમજ સ્નેહી-સ્વજનથી મુલાકાત થાય, સ્વાસ્થ્યની કાળજી લેવી.

વૃષભ: ગૃહ ક્લેશ અને વાદ-વિવાદથી સંભાળવું, લાભની તકો ઉભી થાય અને કાર્યક્ષેત્રમાં ધીમી પ્રગતિ થાય.

મિથુન: ધારેલી જગ્યાએથી સફળતા ન મળે, આકસ્મિક લાભ થાય તેમજ આરોગ્ય સાચવવું, વાદ-વિવાદથી દૂર રહેવું.

કર્ક: માનસિક તણાવ અને મૂઝવણ દૂર થાય, ખર્ચ વધતો જણાય અને આવક ઓછી દેખાય, સ્વજનથી મિલન થાય.

સિંહ: ધંધા-વ્યવસાય, અભ્યાસમાં સફળતા મળે, મિત્ર-સ્નેહીથી મિલન થાય અને કુટુંબીજનોનો પ્રેમ સાંપડે.

કન્યા: ગૃહ ક્લેશ ન થાય તેની ખાસ કાળજી રાખવી તેમજ આરોગ્ય સાચવવું, રોગથી બચીને રહેવું.

તુલા: આવક કરતા જાવક વધતી જણાય, સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી, સફળતા પ્રાપ્ત થાય.

વૃશ્વિક: પહેલાથી આયોજનો કરેલા હોય તે હવે સફળ થતા જણાય, સ્વાસ્થ્ય અંગે સાવધ રહેવું અને વાદ-વિવાદથી બચવું.

ધન: ઉતાવળથી કરેલા કાર્યોમાં સમસ્યા સર્જાય શકે છે અને કોઇપણ નિર્ણય કરવા અંગે સ્વસ્થતા જાળવી આયોજન કરવું.

મકર: નોકરી-ધંધામાં પ્રગતિ જણાય, આશાવાદી વલણથી મનધારી સફળતા પ્રાપ્ત કરી શકાય અને સ્વાસ્થ્ય સાચવવું.

કુંભ: આપના પ્રયત્નો સફળ બને, આવકના પ્રસંગો બને તેમજ સ્નેહીથી મિલન થાય.

મીન: કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવતી જણાય, માર્ગ કાઢીને આગળ વધતું રહેવું હિતાવહ છે તેમજ સ્વાસ્થ્યની કાળજી લેવી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.