ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો સોમવાર??

  મેષ: આપના મનની મૂંઝવણ દૂર કરવા આધ્યાત્મિકતા તરફ વળવું અને યાત્રા પ્રવાસના યોગ બને.

  વૃષભ: આપની જિદને કારણે આપનું કામ બગડે નહીં તેનું ધ્યાન રાખવું અને નાણાભીડ વધે.

  મિથુન: બધી ચિંતાઓનો હલ મળે અને મુશ્કેલીથી ઘેરાયેલા હશો તો આપની ચિંતા ઉકેલવાના માર્ગ મળે.

  કર્ક: આપના પ્રયત્નોનું ફળ મોડુ મળતું જણાય અને ગૃહજીવનમાં પ્રશ્નો હલ થતા જણાય.

  સિંહ: આર્થિક આયોજન બગડે નહીં તે ધ્યાન રાખવું અને પોતાની ગણતરીની આવડત હોય તો લાભ ઉઠાવી શકશો.

  કન્યા: સામાજિક અને વ્યવસાયિક પરિસ્થિતિમાંથી મુક્ત જણાઇ શકશો તેમજ પોતાના સ્નેહીથી મિલન થાય.

  તુલા: મહત્ત્વની કામગીરી કરવા માટે તો સમય ધીરે ધીરે અનુકુળ થતો જણાય અને નાણાકીય ચિંતાનો ઉપાય મળે.

  વૃશ્વિક: મનના ઓરતાઓ સાકાર થતા લાગે, સમસ્યાઓ અને વિઘ્નો દૂર થતા જણાય તેમજ યાત્રા પ્રવાસ ફળે.

  ધન: નસીબની બાજી ઉંઘી ન વળી જાય તે ઘ્યાન રાખવું અને આરોગ્યની કાળજી રાખવી.

  મકર: સામાજિક, કૌટુંબિક બાબતે મનદુખ ન થાય તે ખાસ ધ્યાન રાખવું અને આરોગ્યની કાળજી રાખવી.

  કુંભ: આર્થિક વ્યવહારોમાં સાવધ રહેવું, કૌટુંબિક શાંતિ હણાય નહીં તે જોજો અને યાત્રા ફળે.

  મીન: લાગણીઓના તાર તુટવા ન દેશો, તબિયતની કાળજી ખાસ લેવી તેમજ સફળતા મળે.

  લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

  તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.