ડાયરેક્ટર રાજ કૌશલનું બુધવારે સવારે 4.30 કલાકે,હાર્ટ અટકેના કારણે થયું અવસાન

મીડિયા રિપોર્ટ અનુસાર રાજ કૌશલનું નિધન બુધવારે સવારે 4.30 વાગ્યે થયું હતું. રાજ કૌશલના નિધન પર બોલિવૂડની તમામ હસ્તીઓને શોક વ્યક્ત કર્યો હતો.

રાજ કૌશલના અંતિમ સંસ્કાર થયા એ દરમિયાનની કેટલીક તસવીરો સામે આવી છે. જે જોઈને તમારી આંખો ભીની થઈ જશે. આ તસવીરોમાં મંદિરા બેદી અશ્રુભીની આંખે પતિની અર્થી ઉઠાવતી જોવા મળી રહી છે.

રાજ કૌશલના નિધનના સમાચાર સૌથી પહેલાં સેલીબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બુધવારે સવારે આપ્યા હતા. તેણે રાજ કૌશલના પરિવારની તસવીર શેર કરતા લખ્યું હતું કે અમે બધાં આઘાતમાં છીએ.

રવિવારે જ મંદિરા અને રાજ પોતાના નજીકના મિત્રો સાથે એક પાર્ટી કરી હતી. જેમાં નેહા ધૂપિયા, અંગદ બેદી, સાગરિકા ઘાટગે, જહીર ખાન, આશીષ ચૌધરી અને તેમની પત્ની પાર્ટીમાં સામેલ થયા હતા. રાજના આ આકસ્મિક નિધન બાદ મંદિરા અને રાજના નજીકના મિત્ર આશીષ ચૌધરી સૌથી પહેલાં મળવા માટે પહોંચ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news