Diwali 2020 : તહેવારની સીઝનમાં ડાયાબિટીસથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખો

તહેવારની સીઝન શરૂ થઇ ચુકી છે અને હવે ધનતેરસ, દિવાળી અને ભાઇબીજ પણ નજીક છે. એવામાં લોકો વિવિધ પ્રકારના વ્યંજનો ઘરે બનાવશે અને બજારથી મંગાવશે પણ. દિવાળી પર લોકો એકબીજાને મીઠાઇ ખવડાવીને નવવર્ષની શુભેચ્છાઓ પાઠવતાં હોય છે પરંતુ ડાયાબિટીસથી પીડિત લોકો માટે તહેવારની સીઝનમાં મિઠાઇ અને વિવિધ વ્યંજનનું સેવન કરવું સરળ નથી હોતું. દિવાળીના દિવસે ઘરમાં મિઠાઇઓનો ભંડાર લાગી જાય છે. જો તમે ડાયાબિટીસથી પીડિત છો અથવા તો તેનાથી દૂર રહેવા ઇચ્છો છો તો તમે સરળતાથી આ ટિપ્સને અજમાવીને પોતાની જાતને તેનાથી દૂર રાખી શકો છો.

દિવસમાં 5 વખત થોડુક થોડુક ખાઓ

મોટાભાગે લોકો દિવસમાં ત્રણવાર પેટભરીને જમે છે. આ તહેવારની સીઝનમાં તમે પ્રયાસ કરો કે તમે દિવસમાં ચારથી પાંચવાર થોડું-થોડું કરીને જમો. તેનાથી તમારા શરીરમાં શુગરનું લેવલ સંતુલનમાં રહેશે અને ડાયાબિટીસની ફરિયાદ પણ રહેશે નહીં.

મિઠાઇની જગ્યાએ સ્નેક્સ અને નટ્સ ખાઓ

દિવાળી પર તો મોં મીઠું કરવું જોઇએ પરંતુ જો તમે પોતાના સ્વાસ્થ્યને લઇને સચેત રહેશો નહીં તો તમારું મોં મીઠુ કરવું તમને જ ભારી પડી શકે છે. પ્રયાસ કરો કે તમે આ પર્વની ઉજવણીમાં મિઠાઇની જગ્યાએ સ્નેક્સ અને નટ્સનું સેવન કરશો.

પાણીની અછત ન થવા દેશો

તહેવારની તૈયારીઓમાં મોટાભાગે લોકો ભૂખ-તરસને ભૂલી જાય છે. તમારા સ્વાસ્થ્ય સંબંધિત કોઇ બીમારી ન થાય તે માટે તમે તમારા શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવા ન દેશો. દિવસભરમાં વધારેમાં વધારે પાણી પીઓ અને હેલ્ધી રહો. તહેવારમાં લોકો સામાન્ય દિવસોથી વધારે જમે છે. તેને પચાવવા માટે ભરપૂર પ્રમાણમાં પાણી પીઓ.

મિલ્ક ચૉકલેટની જગ્યાએ ડાર્ક ચૉકલેટ ખાઓ

ચૉકલેટનું નામ સાંભળતા જ લોકોના મોંઢામાં પાણી આવી જાય છે. પરંતુ દિવાળીના અવસરે ઘરમાં પહેલાથી ઘણી બધી મિઠાઇ ઉપબલ્ધ હશે એટલા માટે શરીરમાં શુગરનું સ્તર ન વધી જાય તે માટે ચૉકલેટને ત્યારે જ ખાવાનું વિચાર જો જો તે ડાર્ક ચૉકલેટ હોય. ડાર્ક ચૉકલેટમાં મિલ્ક ચોકલેટની સરખામણીમાં શુગરનું પ્રમાણ ઓછું હોય છે.

સફેદ ચોખાનું સેવન ન કરો

દિવાળીના અવસરે અવનવી વાનગીઓ બનતી હોય છે. ડાયાબિટીસના દર્દી અને જે ડાયાબિટીસ થવાથી બચવા માંગે છે તેમણે સફેદ ચોખાનું સેવન ન કરવું જોઇએ. કારણ કે સફેદ ચોખામાં ગ્લાઇસેમિક હોય છે જે શરીરમાં શુગરનું પ્રમાણ વધારે છે. બ્રાઉન રાઇસ અથવા અનાજનું જ સેવન કરો કારણ કે તે શુગરના સ્તરને ઘણી સારી રીતે નિયંત્રણમાં રાખે છે.

બેકરી ઉત્પાદનોને દૂર રાખો

બેકરી ઉત્પાદનો જેવી કે બિસ્કિટ અને કેકનું સેવન જરા પણ ન કરશો. બેકરી ઉત્પદાનોનાં સેવનથી શુગર લેવલ વધવાનું સૌથી વધારે જોખમ રહે છે. આ સાથે જ તહેવારની સીઝનમાં સ્વસ્થ રહેવું છે તો ડીપ-ડ્રાઇ ફૂડ જેવા કે સમોસા અને પકોડા પણ ખાવાનું ટાળો.

આલ્કોહોલનું સેવન ન કરશો

તહેવાર પર કેટલાક લોકો આલ્કોહોલનું સેવન કરીને પર્વની ઉજવણી કરે છે પરંતુ આ ઉજવણી જોખમી પણ બની શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ તો આ પ્રકારની વસ્તુઓનાં સ્પર્શ કરવાથી પણ દૂર રહેવું જોઇએ. કોઇ પણ ટિપ્સને અજમાવતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news