બોલિવૂડ એક્ટ્રેસ દીયા મિર્ઝાએ વૈભવ રેખી સાથે કર્યા હતા લગ્ન,હવે દીયા છે પ્રેગ્નેન્ટ

તમને જણાવી દઈએ કે દીયાએ દરિયા કિનારેની એક તસવીર શેર કરી છે. જેમાં તેણે પોતાના પેટ પર હાથ રાખ્યો છે.

તાની તસવીર શેર કરતા તેણે ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.

તસ્વીરના કેપ્શનમાં દીયાએ લખ્યું- સૌભાગ્ય મળ્યું છે…ધરતી મા સાથે એક સમાન હોવાનું…જીવનની શક્તિઓ સાથે એક થવાનું જે દરેક વસ્તુની શરૂઆત છે..તમામ વાર્તાઓ, હાલરડાં અને ગીતો સાથે એક થવાનું, જીવનની ઉપજ સાથે એક થવાનું અને અઢળક આશાઓ સાથે એક થવાનું સૌભાગ્ય મળ્યું છે

એક્ટર વિક્રાંત મેસ્સીએ લખ્યું, ખૂબ ખૂબ શુભકામનાઓ દીયા મેમ. તમને સારું સ્વાસ્થ્ય, ખુશી અને શાંતિ મળે. વિશાલ દદલાનીએ સરપ્રાઈઝ થતાં લખ્યું, શું ?? અભિનંદન દીયા અને વૈભવ

દીયા મિર્ઝા કેટલાક સમયથી માલદીવમાં છે અને પોતાના પતિ વૈભવ રેખી અને સાવકી દીકરી સમાયરા સાથે રજાઓ માણી રહી છે. આ વર્ષે જ 15 ફેબ્રુઆરીએ દીયા અને વૈભવ લગ્નના બંધનમાં બંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news