ડ્રગ સ્કેન્ડલમાં એનસીબી અર્જુન રામપાલની આજે કડક પૂછપરછ કરશે

-એની ગર્લફ્રેન્ડ પર અગાઉ તવાઇ આવી ચૂકી હતી

ફિલ્મ અભિનેતા અને હૉટલ માલિક અર્જુન રામપાલને આજે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ પૂછપરછ માટે તેડાવ્યો હતો. એનસીબી અર્જુનની કડક પૂછપરછ કરે એવી શક્યતા નકારી કઢાતી નથી. અત્યાર અગાઉ એનસીબીએ અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડની આકરી પૂછપરછ કરી હતી.

હોનહાર અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાને બોલિવૂડમાં ફેલાયેલા ડ્રગ કનેક્શનની વાતો ખુલ્લી કરી નાખી હતી. અત્યાર અગાઉ એનસીબીએ શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ અને રકુલ પ્રીત સિંઘની પૂછપરછ કરી હતી. ત્યારબાદ અભિનેતાઓનો વારો આવ્યો હતો. સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાન વિશે બોલતાં કંગના રનૌતે એવો આક્ષેપ કર્યો હતો કે બોલિવૂડના ટોચના કલાકારો અને ફિલ્મ સર્જકો ડ્રગની હેરફેર સાથે સંકળાયેલા હતા. એ સમયે સિનિયર અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચન અને હેમા માલિનીએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે માત્ર બે ચાર જણને કારણે સમગ્ર બોલિવૂડને બદનામ કરી શકાય નહીં. જો કે એનસીબીએ એક પછી એક બોલિવૂડના ટોચના કલાકારોને પૂછપરછ માટે બોલાવવાની શરૂઆત કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news