એક વાયરલ વિડિયોનાં કારણે, પોલિસ લાજવાને બદલે ગાજી રહી છે..

ગુજરાતમાં કથિત દારૂબંધી છે. રાજકોટ જેતપુરનાં ગુંદાળા ગામ પાસે દારુ ભરેલ કારનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. જો કે આ ગાડી અથડાયા બાદ તેમાં ભરેલો દારુ મોટો જથ્થો મળી અકસ્માત બાદ રોડ પર વેરણ છેરણ થઈ ગયો હતો.

આસપાસથી અને પસાર થઈ રહેલાં લોકોએ અકસ્માત સ્થળ પર જોતાં દારુની બોટલો પડેલી દેખાતા.લોકોએ રિતસર દારુની લૂંટ ચલાવી હતી. દારુ લેવા માટે પડાપડી કરતાં રોડ પર લૂંટાલૂંટ અને ટ્રાફિક જામનાં દ્નશ્યો સજાઁયા હતાં..

કારની અંદર આશરે ૧૨ પેટી જેટલો દારુ ભરેલો હતો. જે દારુ બુટલેગર અથવા તેનો વ્યકિત એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ રહ્યો હતો. સૌ પોતાની પાસે રહેલી સગવડ અનુસાર થેલી ખીસ્સા જેમાં હાથ આવ્યું તેમાં દારુ લઈ ભાગી રહ્યાં હતાં..

પરંતુ પોલીસે પણ લાજવાને બદલે ગાજવાનું શરુ કર્યું હતું. બુટલેગર કોણ હતો. દારુ કયાંથી આવ્યો હતો અને કયાં જઈ રહ્યો હતો. તે તપાસ કરવાને બદલે દારુની લૂંટનો વિડીયો જોઈને લૂંટ કરનારા લોકો વિરુદ્ધ તપાસ આદરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news