જો તમે ગેમ રમવામાં છો ખૂબ કુશળ તો કમાઈ શકો છો મહિનાના 30,000 થી પણ વધુ જાણો કઇ રીતે

ઇન્ડિયામાં રમવામાં આવતી ઓનલાઇન ગેમ્સને ત્રણ પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. જેમાં CASUAL GAMES,E-SPORTS અને REAL MONEY GAMESનો સમાવેશ થાય છે. રિયલ મની ગેમ્સને સ્કિલ બેઇઝડ ઓનલાઇન ગેમ્સના નામથી પણ ઓળખવામાં આવે છે, જેને અમુકવાર પ્રો-ગેમરના નામથી પણ ઓળખવામાં આવે છે. જેમાં એક તરફી ગેમર એ એક પૂર્ણ-સમયનો સ્પર્ધાત્મક ખેલાડી છે, જેને વીડિયો ગેમ્સ રમવા માટે ચૂકવણી પણ કરવામાં આવે છે. તે લગભગ ગેમિંગ ક્ષેત્ર માં કારકિર્દી જેવું છે. મોટાભાગના વ્યાવસાયિક ખેલાડીઓ સામાન્ય રીતે તેમની ટીમો દ્વારા અથવા પ્રાયોજકો દ્વારા વિશ્વભરની સૌથી મોટી “એસ પી” સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે મોટી રકમ ની ચૂકવણી પણ કરવામાં આવે છે. જે એક ક્રિકેટ ટુર્નામેન્ટની જીતની રકમ કરતાં પણ વધારે હોય છે.

ગેમિંગ થકી આવક મેળવી શકાય

ગેમિંગથી પૈસા કમાવવાના ઘણા રસ્તાઓ છે. મલ્ટિ પ્લેયર ટૂર્નામેન્ટ્સ, ટ્વિચ સબ્સ્ક્રિપ્શન્સ અને યૂ-ટયૂબ લાઇવના પ્રાયોજિત નાણાં, પ્રાયોજિત કરાર એ રમતો રમીને પૈસા કમાવવાની કેટલીક સામાન્ય પદ્ધતિઓ છે. પૈસા કમાવવા માટે ડોટ- ૨ અને કાઉન્ટર-સ્ટ્રાઈક જેવી લોકપ્રિય રમતો શ્રેષ્ઠ છે. પરંતુ સાથે જ લોકપ્રિય રમતોમાં સ્પર્ધા પણ ખૂબ વધારે હોય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, રમનારાઓ દ્વારા મેળવેલા ૫૦ ટકાથી વધુ નાણાં યુટયુબથી આવે છે. ૧૫ ટકા સ્પોન્સરશિપમાંથી પ્રાપ્ત છે અને ૧૫ ટકા ટ્વિચ્ સબ્સ્ક્રિપ્શન્સમાંથી મળે છે. કમાણીનો બાકીનો ભાગ પગારમાંથી આવે છે. અત્યારે ભારતમાં વધારે પ્રોફેશનલ ગેમર્સ નથી. પરંતુ તેમાં સામેલ અધધ…. નાણાંના કારણે લોકોની રુચિ વધી રહી છે. આજ સુધીની ગેમિંગ ટૂર્નામેન્ટ જીતવા માટે મહત્તમ ઇનામની રકમ DOTA – ૨ની છે, જે રૂ. ૧૪૦ કરોડ હતી.  ફૂલ ટાઇમ ગેમર માટે પગારની ગણતરી દર મહિને રૂ. ૩૦,૦૦૦ થી પણ વધુ છે. વધારાના ફાયદાઓ જેવા કે ખોરાક, ભાડું અને વીજ બિલ પણ મળે છે.

ઓનલાઇન ગેમિંગના વ્યવસાયમાં વધારો થઇ રહ્યો છે 

૨૦૧૯ માં ઓનલાઇન ગેમિંગનો વ્યવસાય રૂ. ૧૭,૫૦૦ કરોડનો માત્ર ઇન્ડિયામાં રહ્યો હતો. લોકડાઉનમાં અને લોકડાઉન બાદના સમયમાં ગેમિંગના વ્યવસાયમાં ૫૩ ટકાનો વધારો થયો છે. ૨૦૨૦ના સમય ગાળા દરમિયાન ઓનલાઇન ગેમિંગનો વ્યવસાય રૂ. ૨૬૦૦૦ કરોડની આસપાસ રહે તેવી સંભાવનાઓ છે. ૨૦૨૫ ની આસપાસ ઓનલાઇન ગેમિંગનો વ્યવસાય ૯૦ થી ૧૦૦ હજાર કરોડનો થાય તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે.

ભારતમાં ગેમિંગને વધારે મહત્ત્વ

યૂઝર્સના ઉપયોગ ને આધારે, ભારતમાં ઓનલાઇન ગેમિંગએ સોશિયલ મીડિયા કરતાં વધુ મહત્વનું બન્યું છે. ગેમ ડાઉનલોડની સંખ્યાને આધારે ૨૦૧૫ માં ગેમરોની સંખ્યા ભારતમાં ૧૬ કરોડ હતી, તે ૨૦૨૦ ના અંત સુધીમાં ૬૩ કરોડ થવાની શક્યતાઓ છે.

ગેમર્સની ટકાવારી પર એક નજર 

કેટેગરી                                 ૨૦૧૫           ૨૦૨૦ 

૨૫ વર્ષથી નીચે                        ૩૯                     ૬૫

૨૫ થી ૪૦ વર્ષ                        ૨૫                 ૪૯

૪૦ વર્ષથી મોટી                       ૯                      ૨૧

ટેકનોલોજીની મર્યાદા  

  • ડેવલપમેન્ટ તબક્કામાં હોવાથી હજું કોઈ મોટી મર્યાદા નથી
  • ડિવાઈસ ખૂબ મોંઘા છે. જે ડિવાઈસ કે વસ્તુ પર એનું પરિણામ લેવાનું છે. એના સપોર્ટ અંગે હજું પ્રશ્નો ચર્ચાય છે.
  • દરેક લાઈટિંગ ઈફેક્ટ માટે એક રેકોર્ડિંગ ડિવાઈસ શક્ય નથી. એટલે ગ્રાફિક્સ સોફ્ટવેર પણ મોંઘા છે.

ભારતમાં પ્રચલિત ગેમ્સ

કેઝયૂઅલ સિંગલ પ્લેયર ગેમ્સ  

  • Candy Crush
  • Angry Birds
  • Spider Solitaire

ફર્સ્ટ પર્સન શૂટર ગેમ્સ  

  • Call of Duty
  • PUBG
  • Destiny 2
  • Overwatch

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news