સોનુ સૂદ લોકડાઉન બાદથી સતત લોકોની કરી રહ્યો છે મદદ,એક્ટરે ટ્વિટ કરીને આપી જાણકારી

એક ટ્વિટ પર સોનુ સુદ એ અનેક જરૂરિયાતમંદ લોકોની અલગ અલગ રીતે મદદ કરી છે. ત્યારે આ દરમિયાન કેટલાક લોકો સોનુના નામનો ફાયદો ઉઠાવીને ગરીબો સાથે છેતરપિંડી કરી રહ્યાં છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે સોનુથી જોડાયેલા એક બેંક ખાતામાંથી ચંદને 60 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. જોકે, ચંદનનું કહેવું છે કે તેણે કોઈ બીજાના કહેવા પર આ પૈસા ઉપાડ્યા હતા અને તેના બદલે તેને કમીશન મળ્યું હતું.

તેણે ટ્વિટ કર્યું, ‘જરૂરિયાતમંદોને છેતરનારા ગુનેગારોને પકડવામાં અમારી મદદ કરવા બદલ આભાર. હું તમામ છેતરપિંડી કરનારાઓને વિનંતી કરું છું કે તેઓ તેમની પ્રવૃત્તિઓ બંધ કરે નહીંતર તેઓ જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવશે.

સોનુ સૂદના ચાહકો સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા કરી રહ્યાં છે. સાથે જ પોલીસનું કહેવું છે કે આ કેસમાં ઘણાં આરોપીઓના નામ સામે આવ્યા છે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news