ઇલેક્શન ૨૦૨૨ : સરહદી રાજયોમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું કાવતરું,પોલીસ સક્રિય થતાં પાણી ફરી વળ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્ર એક્શનમાં આવતા મધ્યપ્રદેશ છે એમાં રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી બુટલેગરો દ્વારા વિદેશી દારૂની ઘુસણખોરી કરી ચૂંટણી દરમિયાન વિદેશી દારૂની રેલમછેલ કરવાના કરવા સક્રિય થયા છે.ત્યારે ચૂંટણી દરમિયાન વિદેશી દારૂને બદીને કડક રીતે ડામી દેવા પોલીસ સક્રિય બની છે. ત્યારે દાહોદ LCB પોલીસે નાકાબંદી દરમિયાન સિંગવડ તાલુકાના મછેલાઈ ગામેથી બોલરો ગાડીમાંથી ત્રણ લાખ ઉપરાંત તો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી છે ત્યારે અન્ય એક ઈસમ પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો છે.જોકે પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કર્યો છે.

News Detail

 લીમખેડા તાલુકાના મોટીવાવ ભુરીયા ફળિયાના રહેવાસી રમેશભાઈ રમણભાઈ ગણાવા પોતાના કબજા હેઠળની વગર નંબરની બોલેરો ગાડીમાં સિંગવડ તાલુકાના પહાડ ગામના હઠીલા ફળિયાના રહેવાસી જશવંત ઉર્ફે કટાળો ઉર્ફે માનસિંગભાઈ હઠીલા જોડે વિદેશી દારૂનો જથ્થો ભરી ગામના લુહાર ફળિયાના રહેવાસી દિલીપ બળવંત લુહારને આપવા જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં નાકાબંધી દરમિયાન એલસીબી પોલીસે બોલેરો ગાડીને ઉભી રખાવતા જશવંત માનસિંગ હઠીલા પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે ગાડીની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હાઈ રેન્જની 24 બોટલો જેની કિંમત 1,0500 નો દારૂ મળી આવતા પોલીસે વિદેશી દારૂના જથ્થા 2 લાખ રૂપિયા ની કિંમતની બોલેરો ગાડી એક મોબાઈલ ફોન મળી 3.10 લાખના મુદ્દા મારી સાથે ચાલકને ઝડપી અટકાયત કરી રણધીપુર પોલીસને સોંપી દીધી હતી..
 આ બનાવ સંદર્ભે સિંગવડ પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ પ્રોવિબેશન અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.