ચાંદખેડામાં હોટેલના ત્રીજા માળે ઉપરથી કૂદકો મારીને એન્જિનિયર આધેડનો આપઘાત…

અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી હોટલ ટયુનના ત્રીજા માળેથી 53 વર્ષિય આધેડે કૂદકો મારીને આપઘાત કર્યો હતો.અને આ અંગે ચાંદખેડા પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે 53 વર્ષિય જ્યોત્સન ફુલીયા એન્જિનિયર છે. તેમની લાશ હોટેલની પાછળના ભાગમાંથી બપોરે સાડાત્રણ વાગે મળી હતી. પોલીસ કંટ્રોલરૂમના મેસેજના આધારે તપાસ કરતા આધેડનું મૃત્યુ નિપજ્યું હતું. તે દુબઇથી આવ્યા હતા તેઓ ચાંદખેડામાં જ રહે છે અને ઘરે તેમના પત્ની અને બાળકો હતા છતાં ઘરે ગયા નહોતા. તેમણે કયા કારણોસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે શરુઆતમાં હત્યા થયા હોવાનો પોલીસને મેસેજ મળ્યો હતો.

ચાંદખેડામાં 53 વર્ષિય જ્યોત્સન જયરામ ફુલીયા પત્ની અને સંતાનો સાથે રહે છે અને તેઓ ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરે છે. તેઓ કંપનીના કામે દુબઇ ગયા હતા. સોમવારે સાંજે સાત વાગે દુબઇથી પરત આવી ગયા હતા. ચાંદખેડાની જ હોટેલ ટયુનમાં રોકાયા હતા. ત્યારબાદ મંગળવારે બપોરે ત્રણ વાગે તેમણે હોટેલના ત્રીજા માળેથી કૂદકો મારીને આપઘાત કરી લીધો હતો. તેમનો પરિવાર ચાંદખેડામાં રહેતો હતો તેમ છતાં તેઓ હોટેલમાં કયા કારણોસર રોકાયા હતા ? તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે.અને પોલીસસુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે પારિવારિક કારણોસર આપઘાત કર્યો હોય તેવી શક્યતા વધારે વર્તાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.