ઈંગ્લેન્ડમાં રહેનારી એક 24 વર્ષની મહિલા, છે એક પ્રોફેશનલ બસ ડ્રાઈવર,જાણો…

ઈંગ્લેન્ડમાં રહેનારી એક 24 વર્ષની મહિલા એક પ્રોફેશનલ બસ ડ્રાઈવર છે પરંતુ પોતાના ગુડ લુક્સને લીધે તે ટીકટોક પર ઘણી જાણીતી બની રહી છે. જોડી ફોક્સ નામની આ મહિલાનું કહેવું છે કે બસ ચલાવવી તેનું સપનું છે

એક્સેસમાં રહેનારી જોડીનું કહેવું છે કે તેના લોકો ઘણા વખાણ કરે છે. મોટાભાગના લોકો તરફથી એક જ રીતના રિએક્શન મળે છે. તેઓ કહે છે કે હું ઘણી સુંદર છું અને તેમણે અત્યાર સુધી આટલી સુંદર બસ ડ્રાઈવર જોઈ નથી. તે સિવાય ઘણી મહિલાઓ તરફથી પણ પોઝીટીવ રિએક્શન મળ્યા છે. જોડીએ કહ્યું છે કે જ્યારે મેં જોબ છોડી તે વખતે મને થયું કે હું હંમેશાથી બસ ડ્રાઈવ કરવામાં દિલચસ્પી રાખું છું.

જોડીએ 21 વર્ષની ઉંમરમાં બસની પાછળના ભાગમાં વિજ્ઞાપન જોઈ હતી અને તેના પછી તેણે તેના માટે અપ્લાઈ કર્યું હતું. તે પોતાના કરિયરના સહારે બસ ડ્રાઈવરની સ્ટીરીયોટીપીકલ બનાવેલી ઈમેજ તોડવા ઈચ્છે છે

જોડીએ કહ્યું છે કે મેં આ પહેલા પણ ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે પરંતુ તે દરમિયાન હું મારા વર્ક યુનિફોર્મમાં નહીં હતી પરંતુ જ્યારે લોકોને ખબર પડી કે હું એક બસ ડ્રાઈવર છું ત્યારે મારા ફોલોઈંગમાં ઘણો વધારો જોવા મળ્યો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news