પાળીયાદ વિસામણ બાપુ ની જગ્યા ખાતે અશ્વ રોગ નિદાન અને સારવાર શિબિર યોજાઈ…..

આજ રોજ તારીખ ૧૮/૦૭/૨૦૨૩ ને મંગળવાર ના રોજ પાળિયાદ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ખાતે સ્વ. શ્રી આર. ડી. ઝાલા સાહેબ ની સ્મરણાંજલિ નિમિત્તે શ્રી કામધેનુ યુનિવર્સિટી ની બે વેટેનરી કોલેજો જુનાગઢ અને આણંદ ના તબીબી નિષ્ણાંતો દ્વારા અશ્વ રોગ નિદાન અને સારવાર શિબિર નું આયોજન થયેલ શિબિરનાં દિપ પ્રાગટયમાં પ. પૂ. શ્રી વિસામણબાપુ ની જગ્યા ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા, જગ્યાનાં વ્યવસ્થાપક અને અખિલ ભારતીય સંત સમિતિનાં કાયમી સદસ્યશ્રી પૂજય ભયલુબાપુ , ડૉ. પી.એચ. ટાંક , ડૉ. મારડીયા સાહેબ (નિવૃત્ત નિયામક ) તેમજ સ્વ. આર. ડી. ઝાલા સાહેબનાં દિકરીબા શ્રી પુનિતાબા અને ભાવનગર મંગલમહેલ શ્રી મમતાબા હાજર રહેલ સ્વ. ઝાલા સાહેબની સ્મરણાંજલિ તથા અશ્વ નું વર્તમાન સમય માં સાતત્વ અને સ્વાસ્થયનું મહત્ત્વ જેવી વાતોનું સંકલન પૂર્ણ કરી જગ્યાની ફૂલવાડી માં પાંચાળ અને ભાલ પ્રદેશનાં અશ્વપાલકો પોતાના અશ્વો સાથે શિબિરમાં ભાગ લીધેલ સર્જરી ગાયનેકોલોજી અને મેડીશીનનાં જુદા જુદા નિષ્ણાંતો દ્વારા કુલ ૯૬ જેટલા અશ્વોની ગર્ભાશય ની ચકાસણી, પગ લંગડાશની તપાસ , આંખ ચામડી તથા અન્ય રોગો ની લેબોરેટરી તપાસ અને સારવાર ની કામગીરી થઈ તેમજ બધા જ અશ્વોને ધનુર અને ઝેરબાજ અને જીવલેણ થાય તેવા રોગો સામે ની રશી મૂકાઈ અને પેટસૂડ ની બીમારી ઘટાડવા અશ્વોને કરીમિયા ની દવા કરેલ

આશરે ૨૦૦ જેટલા અશ્વપાલકો અને અશ્વ પ્રેમીઓ એ ભાગ લીધેલ આ કાર્યક્રમ માં શ્રી કામધેનુ યુનિવર્સિટીના ડૉ. ભટ્ટ , ડૉ હડિયા , ડૉ. વાળા , ડૉ. વડલિયા , ડૉ. ગર્ગ , ડૉ. સાવરકર અને ડૉ. ઉમેશ પટેલ સાહેબ ની ટીમ સાથે અનુસ્નાતક વેટેનરી રેસિડેન્ટ સૌએ મળીને જુદા જુદા અશ્વોનું નિદાન અને સારવાર કરી ત્યારબાદ જગ્યાનાં મહંત પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા એ આશીર્વચન અને પૂજ્ય ભયલુબાપુ અને જસદણ રાજવી શ્રી સત્યજીતકુમાર સાહેબએ પુરી ટીમ ને અભિનંદન પાઠવેલ અને પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા જુનાગઢ અને આણંદ ના સૌ ડોક્ટર્સ અને એમની પુરી ટીમ નું શાલ અને ઠાકર ના ફોટો આપી સૌ નું સન્માન કરેલ.

અહેવાલ કનુભાઈ ખાચર

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.