૯૯ વર્ષની વયે પણ પીએમ મોદીનાં માતા એ કર્યુ મતદાન.; આ પરથી યુવાનો એ સંદેશ લેવો જોઈએ..

ગુજરાતની વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ખાલી પડેલી બેઠકો માટે આજે મતદાન ચાલી રહ્યું છે. પીએમ મોદીના માતા હીરાબા પણ પરિવાર સાથે રાયસણ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા.

કોરોના ની બીજી લહેરને કારણે ગીત રહેલી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને થરાદ ઓખા, ભાણવડ એમ ત્રણ નગરપાલિકાઓની સામાન્ય અને તે સિવાય ૨૯ પાલિકા ૪૨ પંચાયતો પેટાચૂંટણીની ૯૬ બેઠક સહિત કુલ ૨૨૮ બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે.

વહેલી સવારના આઠ વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં સૌની નજર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.