રાજકોટમાં ગરમીમાં પણ ટીમ ઇન્ડિયા અને દ.આફ્રિકાના ખેલાડીઓએ નેટ પ્રેક્ટીસમા પરસેવો પાડ્યો..

ટીમ ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 5 ટી20 મેચની સિઝનની ચોથી મેચ આજે રાજકોટના ખંઢેરી સ્ટેડીયમમાં રમવાની છે ત્યારે બંને ટીમ 2 દિવસ આગાઉ રાજકોટમાં પહોચી ગઈ હતી. આજની મેચ બન્ને ટીમ માટે ખાસ છે હાલ જોઈએ તો દક્ષિણ આફ્રિકા 2-1 થી સિરીઝમાં આગળ ચાલી રહી છે. ત્યારે ખાસ કરીને રાજકોટના બફારા વચ્ચે બન્ને ટીમો પોતાની નેટ પ્રેક્ટીસ કરતા જોવા મળ્યા હતા. ત્યારે ગઈ કાલે બપોરે 1 વાગ્યે આફ્રિકાની ટીમે નેટ પ્રેક્ટીસ કરી હતી અને તે ઓઅછી ટીમ ઇન્ડિયાએ બપોરે 4 વાગ્યે નેટ પ્રેક્ટીસ કરવા પહોચ્યું હતું. હાલ ભારતની ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા, ઇશાન કિશન અને યૂઝવેન્દ્ર ચહલ પ્રેક્ટિસમાં હાજર ન રહ્યા હતા અને જયારે શ્રેયસ ઐયર, રિષભ પંત અને દિનેશ કાર્તિકે લોન્ગ શોટની મેદાન પર પ્રેક્ટિસ કરી હતી.

ટીમ ઇન્ડિયાનું હોટેલ આગમન સમયે ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાંઠીયા- જલેબીનો સ્વાદ પણ માણ્યો હતો. પરંતુ રાજકોટમાં આવો અને ચા ની ચુસ્કી ન લો ત્યાં સુધી બધું અધૂરું લાગે ત્યારે ટીમ ઇન્ડિયા શહેરના કાલાવડ રોડ પર ટી પોસ્ટ ખાતે ચાની ચુસ્કી લીધી હતી. ટીમના કેપ્ટન રિષભ પંત, અક્ષર પટેલ, આવેશ ખાન, જયદેવ ઉનડકટ અને ઇશાન કિશને ચાની ચુસ્કી લગાવી હતી.અને ખેલાડીઓએ રંગીલા રાજકોટની નાઈટ આઉટની મજા માણી હતી.

આજની મેચ માટે દક્ષિણ આફ્રિકા ગઈકાલ બપોરે 1 વાગે નેટ પ્રેક્ટીસ કરવા માટે હોટેલથી નીકળી અને જામનગર રોડ પર આવેલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે પહોંચી હતી અને ત્યાં નેટ પ્રેક્ટિસ કરી હતી અને આ નેટ પ્રેક્ટિસ દરમિયાન દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન ટેમ્બા બાઉમા, વિકેટકીપર ડિકોક, હેન્રિચ ક્લાસન સહિતના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા. જોકે આજે રબાડા અને મિલર પ્રેક્ટિસ કરવા માટે પહોંચ્યા નહોતા.

દક્ષિણ આફ્રિકાના બોલર એન્રિચ નોરજે દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે ભારત સામેની આ સિરીઝ અમારા માટે મહત્વપૂર્ણ છે. આગામી વર્લ્ડકપ માટે પણ આ સિરીઝ ખૂબ મહત્વ ધરાવે છે, માટે અમે આ સિરીઝ જીતવા માટે પૂરો પ્રયત્ન કરીશું. હાલ અમારી ટીમના દરેક ખેલાડી સારા ફોર્મમાં છે. આવતીકાલે સવારે પિચ અને વાતવરણ જોઇને ટી મીટિંગમાં ચર્ચાઓ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયા સામેની મેચ પણ હું રમ્યો હતો, ત્યાંની પરિસ્થિતિ અને પિચ અહીં કરતાં અલગ છે. ડ્રાય પિચમાં પર્ફોર્મ કેવી રીતે કરવું એ માટે કોચનું માર્ગદર્શન મેળવવામાં આવશે અને ઉલ્લેખનીય છે કે આવતીકાની મેચમાં તેઓ હવે 4-1થી સિરીઝ જીતવા માટે મેદાને ઊતરશે એવું પણ તેમને આખરી જવાબમાં જણાવ્યું હતું.

રાજકોટમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ છવાયેલ છે અને બપોર પછી ધીમી ધારે વરસાદ પણ પડ્યો છે ત્યારે આજની મેચમાં વરસાદની ખલેલ પહોચે તેવી સંભાવના પણ જોવામાં આવી રહી છે અને ત્યારે જોવાનું રહ્યું કે આજે વરસાદ જોવા મળશે કે પછી ચોગ્ગા અને છગ્ગા જોવા મળશે એ તો આજે સાંજે જ ખબર પડશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.