હોલિવૂડ મોડલ પહેરી લીધાં એવા કપડાં કે કરીના કપૂર પણ ચોંકી.. ચચાઁ થઈ રહી છે ચારેયબાજુ..

કિમ કાદાઁશિયન તેનાં અલગ અંદાજને કારણે સમગ્ર વિશ્વમાં જાણીતી તો છે. રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાદાઁશિયન તાજેતરમાં મેટ ગાલા ૨૦૨૧માં જોવા મળી હતી. પરંતુ કિમે મેટ ગાલામાં પહેરેલો ડ્રેસ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. બોલીવુડના અભિનેત્રી કરીના કપૂર પણ તેની સ્ટાઈલ જોઈને ચોંકી ગઈ છે.

મેટ ગાલા ૨૦૨૧નું આયોજન ન્યૂયોર્ક મેટ્રોપોલિટનમ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે કરવામાં આવ્યું હતું. આમાં કિમ કાદાઁશિયન જે કાળો ડ્રેસ પહેર્યો હતો. તેણે તેને પગથી માથા સુધી ઢાંકી દીધી હતી. કરીના કપૂરે પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ફોટો શેર કર્યા અને લખ્યું, “શું થઈ રહ્યું છે”?

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે મેટ ગાલા કોરોના વાયરલ રોગચાળાને કારણે થઈ શકયો ન હતો. જો કે, આ વખતે પણ મયાઁદિત સંખ્યામાં મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news