શરીર માટે નુકસાનકારક છે વધુ પડતું દૂધનું સેવન..આ પ્રકારની સમસ્યાનો કરવો પડી શકે છે આપને સામનો..

આરોગ્યને જાળવવા માટે બાળપણથી જ દૂધના સેવનના લાભ અંગે સાંબળતા આવી રહ્યા છીએ. શરીર માટે જરૂરી ઘણા પોષક તત્વોથી ભરપૂર દૂધ, મસ્તિષ્ક અને હાડકાને મજબૂતી માટે ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે. દૂધના માધ્યમથી તમે શરીર માટે ઘણા જરૂરી પોષક તત્વોની પૂરતી સરળતાથી કરી શકો છો. દૂધનું સેવન દાંત અને હાડકાના આરોગ્યની સાથે હ્રદય રોગ અને ડાયબિટીઝમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

અત્યાર સુધી તમે દૂધના સેવન ના ફાયદા અંગે સાંભળતા આવ્યા છો અને તે સ્વાભાવિક પણ છે.પરંતુ શું તમે દૂધ પીવાને કારણે સ્વાસ્થ્યને થતા નુકશાન અંગે જાણો છો. તાજેતરમાં સ્ટડી મુજબ વધુ માત્રામાં દૂધના સેવનથી શરીર પર હાનિકારક પ્રભાવ પડી શકે છે. તો આવો જાણીએ શું થઈ શકે છે નુકસાન.

બે વર્ષ ૨૦૧૬ માં કરવામાં આવેલ અભ્યાસમાં જાણવા મળ્યું છે, કે ખીલની સમસ્યા એ વધુ લોકોમાં જોવા મળે છે.તેઓ ઓછા ફેટના અને મલાઈ કાઢેલા દૂધનું સેવન કરે છે. અભ્યાસમાં વૈજ્ઞાનિકે એ પણ શોધી કાઢ્યું છે,કે ડેરી ઉત્પાદનો વધુ વપરાશ ખીલની સમસ્યામાં વધારો પણ કરી શકે છે.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દૂધમાં હાજર ઘણા તત્વ શરીરના હોર્મોન્સને અસર કરી શકે છે, જે પાછળથી લોકો માટે ખીલની સમસ્યા પેદા કરી શકે છે. આની પુષ્ટિ કરવા માટે અભ્યાસની જરૂરી છે.

નિષ્ણાતોનો અંદાજ છે કે 5 ટકા જેટલા બાળકોને દૂધથી એલર્જી થઈ શકે છે. તે ત્વચામાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પેદા કરી શકે છે. વધારે દૂધના કારણે બાળકોને પેટમાં દુખાવો, કબજિયાત, ઝાડા અને અન્ય ગંભીર પ્રતિક્રિયાઓનું જોખમ વધી શકે છે. પુખ્ત વયના લોકો તેમજ બાળકોને દૂધથી એલર્જી થઈ શકે છે. જો તમને પણ દૂધ પીધા પછી આ પ્રકારની એલર્જી હોય તો ચોક્કસપણે આ અંગે ડોક્ટરનો સંપર્ક કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news