ફેસબુક એડનો બહિષ્કાર : ઝુકરબર્ગની સંપત્તિમાં સાત અબજ ડોલરનો ઘટાડો

– ફેસબુકના શેરમાં એક જ દિવસમાં 8.3 ટકાનું ધોવાણ

– બ્રિટિશ કંપની યુનિલિવરે ફેસબુક પ્લેટફોર્મમાં જાહેરાતનો બહિસ્કાર કર્યા પછી અન્ય કંપનીઓ પણ કેમ્પેઈનમાં જોડાયા

બ્રિટનની મલ્ટિનેશનલ કંપની યુનિલિવરે ફેસબુકના પ્લેટફોર્મનો બહિસ્કાર કરવાની જાહેરાત કરી હતી. એ પછી એમાં અન્ય કંપનીઓ પણ જોડાઈ હતી. તેના કારણે ફેસબુકના શેર માર્કેટમાં 8.3 ટકાનું ધોવાણ થયું હતું. માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં સાત અબજ ડોલરનો ઘટાડો થયો છે. વિશ્વના ધનવાનોની યાદીમાં પણ ઝકરબર્ગની પીછેહઠ થઈ હતી.

ફેસબુકના શેરમાં 8.3 ટકાનું ધોવાણ એક જ દિવસમાં થયું હતું. ત્રણ મહિનામાં ફેસબુકના શેરમાં થયેલો આ સૌથી મોટો કડાકો છે. આ કડાકાની અસર માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં થયો હતો. ઝકરબર્ગની સંપત્તિમાં 7.2 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

વિશ્વની સૌથી મોટી એડવર્ટાઈઝર કંપની યુનિલિવરે ફેસબુકનો બોયકોટ કર્યો હતો. યુનિલિવરે કહ્યું હતું કે આ વર્ષથી તે ફેસબુકના પ્લેટફોર્મમાં જાહેરાત સદંતર બંધ કરી દેશે. યુનિલિવરના પગલે પગલે બીજી ઘણી કંપનીઓ પણ ફેસબુકમાં જાહેરાત ન આપવાના કેમ્પેઈનમાં જોડાઈ હતી.

વેરિઝોન કોમ્યુનિકેશન, ચોકલેટ પ્રોડક્ટમાં મોટું નામ એવી હેર્સી કંપની વગેરેએ છેલ્લાં થોડાંક સમયથી ફેસબુક પ્લેટફોર્મમાં જાહેરાત આપવાનું બંધ કર્યું છે. કોકાકોલાએ પણ જાહેરાત કરી હતી કે છેલ્લાં 30 દિવસમાં કંપનીએ ફેસબુકને જાહેરાત આપવાનું બંધ કરી દીધું છે.

બ્લૂમબર્ગ બિલિયોનેરના લિસ્ટ પ્રમાણે કંપનીઓના ફેસબુક બહિસ્કાર પછી ફેસબુકની માર્કેટ વેલ્યુમાં જે ફેરફાર થયો તેના કારણે ધનવાનોની યાદીમાંથી પણ ઝકરબર્ગની પીછેહઠ થઈ છે. ઝકરબર્ગની સંપત્તિમાં સાત ડોલરનો ઘટાડો થતાં તે ચોથા ક્રમે ખસેડાયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news