સુરતના પૂણાગામ માંથી નકલી આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, 5 લોકોની થઈ ધરપકડ

સુરતના પુણામાં નકલી આધારકાર્ડ બનાવવાનુ કૌભાંડ ઝડપાયુ છે. સુરત શહેર SOG ટીમે આધાર કાર્ડ બનાવતી એજન્સીના 2 અધિકૃત એજન્ટ સામેલ હોવાનુ સામે આવ્યુ છે તેમજ આ ઉપરાંત અન્ય 3 બ્લેક લીસ્ટ કરવામાં આવેલા શખ્શ ઝડપાયા હતા. SOG એ 5 શખ્શોની ધરપકડ કરી છે. માત્ર 1500 થી 3 હજાર રુપિયામાં આધાર કાર્ડ બનાવવામાં આવતા હતા. આ ટોળકીએ બાંગ્લાદેશી લોકોને પણ અહીં આધાર કાર્ડ બનાવી આપ્યા હોવાની આશંકા છે અને સુરત SOG એ હવે તપાસની કાર્યવાહી શરુ કરી છે.

SOG ને ટોળકીની ઓફીસમાંથી બોગસ આધારકાર્ડનો જથ્થો મળી આવ્યો છે. ટોળકીએ અધિકૃત પ્રકારની ઓફીસ તૈયાર કરવામાં આવી છે. બોગસ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે જેમાં કોમ્પ્યુટર દ્વારા બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરીને તેના આધારે આધાર કાર્ડ બનાવવામાં આવ્યા હતા. એજન્સી જેને આપવામાં આવી છે, તે શખ્શોની તપાસ શરુ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કેટલા આધાર કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને બીજા કયા દસ્તાવેજો ડુપ્લીકેટ બનાવ્યા છે તેની તપાસ શરુ કરી છે.

ઝડપાયેલા આરોપી
આમદ ઉર્ફે લખન મોહમ્મદ ખાન
મહેબૂબ યાકુબ શેખ
વસીમ બદરૂદ્દીન શેખ
નૂર વઝીદ સૈયદ
નાઈમભાઈ પટેલ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.