આફ્રિકાના કેન્યાના એક પૂરગ્રસ્ત ટાપુ પર, પાણીનું સ્તર વધતા એક સ્થળે, ફસાઇ ગયા હતા નવ જીરાફ

આફ્રિકાના કેન્યાના એક પૂરગ્રસ્ત ટાપુ પર પાણીનું સ્તર વધતા એક સ્થળે નવ જીરાફ ફસાઇ ગયા હતા. આ બધા જીરાફ રોકુ વનવિસ્તારનકા બેરિન્ગો તળાવના વિસ્તારમાં ચરવા ગયા હતા.

વન્ય જીવ સંરક્ષણ કાર્યકર્તાઓને આ વાતની ખબર પડતા તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા પરંતુ આ બધા જીરાફને બચાવવાનું ત્યાંના સંજોગો જોતા ઘણુ મુશ્કેલ હતું.

આ દરમ્યાન જ આ ટોળામાંની એક સગર્ભા માદા જીરાફે એક બચ્ચાને જન્મ આપ્યો હતો અને માતા સાથે આ નવજાત બાળકને સલામત સ્થળે ખસેડવાનું ઘણુ મુશ્કેલ હતું છતાં તેમણે આ કામગીરી પર સફળતાપૂર્વક પાર પાડી હતી.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.