પાટણ શહેર માં કોલેજ આવેલી યુવતી પર મંગેતરે જીવલેણ હુમલો કર્યો

પાટણ શહેર માં કોલેજ આવેલી યુવતી પર મંગેતરે જીવલેણ હુમલો કર્યો પાટણ શહેર કયારેય ના બની હોય તેવી એક ઘટના બની છે . કોલેજમાં આવતી એક યુવતીને તેના જ મંગેતરે જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો . જેમાં યુવતી ગંભીર રીતે ઘવાતા હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે . આ અંગે યુવતીના દાદાએ પાઠણ એ – ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીનાં મંગેતર તથા અન્ય બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ પાટણ તાલુકાના એક ગામની યુવતી પાટણની બી.ડી. સાર્વજનિક કોલેજમાં બી.એસ.સી.નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે . આ યુવતી તા . 22-9-22નાં રોજ પાટણ ખાતે પરીક્ષા આપવા માટે કોલેજ ખાતે ગઇ હતી . અને તેનાં દાદા પાટણનાં માર્કેટયાર્ડમાં ગયા હતા . ત્યારે તેના ગામનાં વ્યક્તિએ તેમને ફોન કરીને યુવતી પાટણની બી.ડી. હાઇસ્કુલ આગળ કોઇ માથાકુટ થતાં વાગ્યું છે તેવી જાણ કરતાં દાદા કોલેજ ગયા હતા અને પુછપરછ કરતાં તેમને જણાવા મળ્યું કે , કોઇક છોકરાઓએ બાઇકથી ટક્કર મારતાં યુવતીને ઇજાઓ થતાં કોલેજનો સ્ટાફ પાટણની જનતા હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા છે દાદા હોસ્પિટલ આવીને પુછતા યુવતીએ હકીકત જણાવી હતી આ ઘટના અંગેનું કારણ ઇજાગ્રસ્ત યુવતીના દાદાના જણાવ્યા પ્રમાણે એવું હતું કે , આજથી બે વર્ષ અગાઉ યુવતીની સગાઇ ચેખલાના યુવક સાથે કરેલી હતી . ત્યારબાદ મંગેતર યુવતીને ન ભણવા માટે દબાણ કરતો અને હેરાન કરતો .
જેથી એક વર્ષ ભણવાનું પણ ડ્રોપ કરાવ્યું હતું . તેમ છતાં મોબાઇલ ફોનથી પણ ગાળાગાળી કરી હેરાન કરતો હતો . આજથી આશરે સાત મહીના પહેલા મંગેતર તેમનાં ઘરે છરી લઇ આવ્યો હતો અને યુવતીનેને કોલેજમાં જઇશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપેલી હતી . પણ યુવતી ભણવામાં હોંશીયાર હોય તેઓ ભણાવવા માગતા હતા . જેથી જે તે વખતે મંગેતરના પિતાએ બાંહેધરી આપી હતી . આ યુવક વધારે હેરાન કરતો હોય તેની સાથે કરેલી સગાઇ તોડી નાખવાની વાત થઇ હતી અને છેલ્લા મહીનાથી યુવતી તેની સાથે વાતચીત પણ કરતી ન હતી . તેમ છતાં આજે મંગેતર પોતાના બે સાગરિતો લઇને આવ્યો હતો અને યુવતીને જાનથી મારી નાખવાની કોશીશ કરી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.