વાયરલ થયેલા વીડિયોને લઇને શશિ થરૂરની પ્રતિક્રિયા જાણો શુ કહ્યું??

કોંગ્રેસ નેતા શશિ થરૂર સોશિયલ મીડિયા પર એક વીડિયોને લઈને ચર્ચામાં છે. વીડિયોમાં તેઓ લોકસભામાં NCP સાંસદ સુપ્રિયા સુલે સાથે વાતચીત કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો પર યુઝર્સ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને જેના પર થરૂરે પ્રતિક્રિયા આપી છે. શશિ થરૂરે ટ્વીટ કરીને જણાવ્યું કે તે અને સુપ્રિયા સુલે શું વાત કરી રહ્યા હતા.

શશિ થરૂર જે વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, તેમાં તેઓ અને સુપ્રિયા સુલે લોકસભામાં પોતપોતાની સીટ પર બેઠા છે અને વાત કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા સદનમાં બોલી રહ્યા છે ત્યારે તેમની પાછળ બેઠેલા સુલે અને થરૂર એકબીજાની સાથે વાત કરી રહ્યા છે.અને વીડિયો સામે આવ્યા બાદ લોકોએ તેના પર ફની રીતે કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.

શશિ થરૂરે આવું કહ્યું..
કુછ તો લોગ કહેંગે
લોગો કા કામ હૈ કહેના
કુછ રીત જહત કી ઐસી હે, હર એક સુબહ કી શામ હુઇ,
તુ કૌન હે તેરા નામ હૈ ક્યા, સીતા ભી યહાં બદનામ હુઇ
કુછ તો લોગ કહેંગે
લોગો કા કામ હૈ કહેના…

વીડિયો વાયરલ થયા બાદ થરૂરે ટ્વીટ કર્યું અને કહ્યું- ‘લોકસભામાં મારી અને સુપ્રિયા સુલે વચ્ચેની ટૂંકી વાતચીતનો આનંદ માણનારાઓને હું કહેવા માંગુ છું કે તે આગામી સ્પીકર હોવાના કારણે મને નીતિ વિષયક પ્રશ્ન પૂછી રહ્યા હતા. અને સુપ્રિયા ધીરે ધીરે બોલી રહ્યા હતા કારણ કે એ સમયે ફારુક સાહેબ (જે તે સમયે ગૃહમાં બોલતા હતા) તેથી મેં તેમની વાત સાંભળવા માટે આગળ જુકી વાત સાંભળવાનો પ્રયાસ કર્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.