આજીવન કેદ મામલે અલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો જાણો વિગતવાર…

જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ સુભાષ ચંદ્ર શર્માની ખંડપીઠે વર્ષ 1997ના એક કેસમાં મહોબાની કોર્ટ દ્વારા હત્યાના પાંચ ગુનેગારોને આપવામાં આવેલી આજીવન કેદની સજા જાળવી રાખીને આ આદેશ આપ્યો.અને કોર્ટ સમક્ષ જ્યારે એવો તર્ક આપવામાં આવ્યો કે દોષિતોમાંથી એક કલ્લૂ, જે પહેલાથી જ લગભગ 20-21 વર્ષ જેલની સજા કાપી ચૂક્યો છે અને તેની સજાની મુદ્દતને ધ્યાનમાં રાખીને તેની આજીવન કેદની સજા ઘટાડીને તેને મુક્ત કરી શકાય છે.

જેના પર કોર્ટે સ્પષ્ટ કર્યુ કે આ યોગ્ય નથી. કોર્ટ માટે આજીવન કેદની મુદ્દતને થોડા વર્ષો માટે નક્કી કરવા માટે કાયદાકીય સ્થિતિ આ છે કે આજીવન કેદનો સમયગાળો કોઈ પણ વ્યક્તિના કુદરતી જીવન સુધી હોય છે. કોર્ટે પાંચ હત્યાના આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી ત્રણ અપીલ પર સુનાવણી કરી હતી. જેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. કારણકે તેમાંથી એક યોગેન્દ્રની અપીલ પેન્ડિંગ રહેવાને કારણે તેનુ મૃત્યુ થયુ હતુ.અને તેથી તેના તરફથી કરવામાં આવેલી અપીલ સમાપ્ત કરી દેવામાં આવી.અને બધા પાંચ આરોપીઓ કલ્લૂ, ફૂલ સિંહ, જોગેન્દ્ર, હરિ અને ચરણને જય સિંહની 12 બોરની પિસ્ટલ અને રાઇફલથી હત્યા કરવા માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટે સજાની પુષ્ટિ કરી દીધી છે.

હાઈકોર્ટે કહ્યું, કલમ 302, કોર્ટ આજીવન કેદ અથવા મૃત્યુદંડ આપવાનો અધિકાર આપે છે.અને હત્યાના ગુના માટે ન્યુનત્તમ સજા આજીવન કેદ અને મહત્તમ મૃત્યુ દંડ છે.અને કોર્ટ કાયદા દ્વારા મહત્તમ ન્યુનતમ સજાને ઘટાડી શકતી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.