પૂર્વ ક્રિકેટર સચિનની પુત્રી સારા તેંદુલકરે કરાવ્યુ ફોટોશૂટ તેના ફેન્સે ગણાવી ડ્રીમ ગર્લ…

પૂર્વ ક્રિકેટર સચિન તેંદુલકરની પુત્રી સારા તેંદુલકર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. હાલમાં જ તેના બોલિવુડમાં ડેબ્યૂના સમાચાર સામે આવ્યા હતા અને જેના પછી તે ચર્ચામાં છે. આ દરમિયાન સારા તેંદુલકરે એક નવી તસવીર શેર કરી છે, જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.

સારા તેંદુલકરે ગુરુવારે તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી, જેમાં તે ગ્રીન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. સારા તેંદુલકરે એક બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં આ તસવીર છે.સારા તેંદુલકરની આ તસવીર ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.અને આ સાથે કમેન્ટ્સ પણ આવી રહી છે. એક યુઝરે સારા તેંદુલકરને ડ્રીમ ગર્લ ગણાવી હતી.

24 વર્ષની સારા તેંદુલકર વિશે સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે તે બોલિવુડમાં ડેબ્યૂ કરી શકે છે.અને ભૂતકાળમાં પણ આવા અહેવાલો આવતા રહ્યા છે પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. સારા તેંદુલકરે કેટલીક બ્રાન્ડ માટે ફોટોશૂટ અને એડ કરી છે.

ઈન્સ્ટાગ્રામ પર પણ તેની તસવીરો સતત વાયરલ થઈ રહી છે.અને સારા તેંદુલકરના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 2 મિલિયનને પાર થઈ ગઈ છે. સારા તેંદુલકર તાજેતરની IPL મેચ દરમિયાન પણ જોવા મળી હતી. તે તેની માતા અંજલિ તેંદુલકર સાથે મુંબઈ ઈન્ડિયન્સની મેચ જોવા ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.