અમેરિકામાં શાળા નજીક ગોળીબારમાં ચાર લોકો ઇજાગ્રસ્ત..

અમેરિકાના વોશિંગ્ટનમાં શુક્રવારના રોજ એક વ્યક્તિએ ચાર લોકો પર ગોળીબાર કર્યો હતો. આમાં તમામ ઈજાગ્રસ્ત થયા હતા. જો કે, ગોળીબાર બાદ આરોપીએ પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટના વોશિંગ્ટનમાં પ્રેપ સ્કૂલની બાજુમાં સ્થિત એક એપાર્ટમેન્ટમાં બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબારની ઘટના બાદ શંકાસ્પદ હુમલાખોરની ઓળખ 23 વર્ષીય રેમન્ડ સ્પેન્સર તરીકે થઈ હતી.અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયો દ્વારા તેની ઓળખ થઈ હતી, જેમાં તે ઉપરના માળેથી ફાયરિંગ કરતો જોવા મળે છે. વોશિંગ્ટન પોલીસ ચીફ રોબર્ટ કોન્ટીએ જણાવ્યું હતું કે, વાયરલ વીડિયો ખૂબ જ પ્રમાણિક હોવાનું જણાય છે, પરંતુ તે ઘટના સમયે લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યું હતું કે, પછી તેને અપલોડ કરવામાં આવ્યું હતું. તે જાણી શકાયું નથી.અને આ પછી પોલીસે સ્પેન્સરની તસવીરો પણ જાહેર કરી.

મળતી માહિતી મુજબ, પોલીસે આરોપી સ્પેન્સરનું લોકેશન મેળવી લીધુ હતું અને પોલીસ તે જગ્યા પર પહોંચે તે પહેલા તેણે પોતાને ગોળી મારી દીધી હતી. આ પછી પોલીસે તેના ઘરમાંથી ઘણી રાઈફલો અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો હતો. મદદનીશ પોલીસ વડા સ્ટુઅર્ટ ઈમરમેને જણાવ્યું હતું કે, તમામ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જેમાં 54 વર્ષીય પુરૂષ, 60 વર્ષની મહિલા, 30 વર્ષની મહિલા અને 12 વર્ષની છોકરીનો સમાવેશ થાય છે. તે જ સમયે, પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, હુમલા સમયે ઓછામાં ઓછા 20 રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.