ફ્રાંસીસી નાગરિકોને તાત્કાલિક પાકિસ્તાન છોડવાનો આદેશ,પાકિસ્તાનમાં ફ્રાંસ વિરોધી હિંસક પ્રદર્શન થયા હતા

આ અઠવાડિયામાં ફ્રાંસ વિરોધી હિંસક પ્રદર્શન બાદ પાકિસ્તાનમાં ફ્રાંસના દૂતાવાસે ગુરૂવારે દેશના તમામ નાગરિક અને કંપનીઓને પાકિસ્તાનને અસ્થાયી રીતે છોડવાની સલાહ આપી.

ફ્રાંસ સરકારે સલાહ આપી કે પાકિસ્તાનમાં ફ્રાંસિસી હિત પર ગંભીર ખતરો છે. આ માહિતી રાજનયિક સૂત્રો તરફથી ગુરૂવારે આપવામાં આવી છે

ફ્રાંસની પત્રિકા ચાર્લી હેબ્દોમાં પ્રકાશિત કરવામાં આવેલા મોહમ્મદ સાહેબના વિવાદિત કાર્ટૂનના કારણે પાકિસ્તાનના કટ્ટરપંથિઓ વચ્ચે આ ગુસ્સો છે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોંના ઇસ્લામિક આતંકવાદ પર આપવામાં આવેલા નિવેદનને લઇને પાકિસ્તાની સંસદમાં નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં આવી ચૂક્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news