ગલવાન ખીણમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોની દફનવિધિ પણ ચીને કરવા દીધી નહીં

લદ્દાખ મોરચે ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા લોહિયાળ ઘર્ષણમાં માર્યા ગયેલા ચીની સૈનિકોના શબ દફનાવવા માટે પણ ચીન તેમના પરિવારજનોને પરવાનગી આપી રહ્યુ નથી.

ભારતે આ ઘર્ષણ બાદ 20 સૈનિકો શહીદ થયા હોવાની જાહેરાત કરી હતી .આ સૈનિકોના સંપૂર્ણ પણે માન સન્માન અને પ્રોટોકોટ પ્રમાણે અંતિમ  સંસ્કાર કરવામાં આવ્યા હતા.જોકે ચીન તો પોતાના માર્યા ગયેલા સૈનિકોને શહીદ ગણવા માટે પણ તૈયાર થઈ રહ્યુ નથી તેવો ખુલાસો અમેરિકાના જાસૂસી અહેવાલમાં થયો છે.

ચીને પોતાના કેટલા જવાનો મર્યા છે તે પણ જાહેર કર્યુ નથી.આ આંકડો 40 થી 100 સુધી હોઈ શકે છે.જોકે માર્યા ગયેલા સૈનિકોના પરિવાજનો સાથે પણ ચીને બહુ ખરાબ વર્તન કર્યુ હતુ.આ રિપોર્ટમાં કહેવાયુ છે કે, ચીનની સરકારે સૈનિકોના મૃતદેહ પરંપરાગત રીતે દફનાવવા માટે પણ તેમના પરિવારજનોને પરવાનગી આપી નહોતી.

અમેરિકાના સૂત્રોનુ કહેવુ છે કે, ચીનના સિવિલ અફેર્સ મંત્રાલયે માર્યા ગયેલા સૈનિકના પરિવારજનોને કહ્યુ છે કે, સૈનિકોને દફનાવવાની જગ્યાએ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે.જેમાં કોઈ સામેલ નહી થાય.ચીને આ માટે કોરોના વાયરસનુ કારણ આગળ ધર્યુ છે પણ ચીનનો પ્રયત્ન એ છે કે, ગલવાન ખીણમાં માર્યા ગયેલા સૈનિકોનો આંકડો બહાર ના આવે.

ચીનની સરકારની હરકતથી ચીની સૈનિકોના પરિવારજનો ગુસ્સામાં છે.સરકાર હવે તેમને શાંત કરવા માટે પ્રયત્નો કરી રહી છે.ચીનની સોશ્યલ મીડિયા સાઈટસ વીબો અને બીજા પ્લેટફોર્મ પર લોકો પોતાનો ગુસ્સો અને દુખ વ્યક્ત કરી રહ્યા છે.

ચીનને ડર છે કે, જો માર્યા ગયેલા સૈનિકોની કબરના પોટો વાયરલ થશે તો ચીનની છબીને ભારે ફટકો પડશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news