15 લોકોના મૃત્યુથી લોકોમાં ભયનો માહોલ,ગામમાં 100થી વધુ લોકો કોરોના સંક્રમિત

ગુજરાતના ગામડાઓમાં પરિસ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. રાજ્યના કેટલાય આખે આખા ગામ કોરોના વાયરસના કારણે પરેશાન છે ત્યારે વડોદરાના એક ગામમાં 24 જ કલાકમાં 15 લોકોના ટપોટપ મોત થયા બાદ આખા વડોદરામાં ખળભળાટ મચી ગયો છે.

વડોદરાના પાદરાના ચોંકારી ગામે એક દિવસમાં 15 લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 24 જ કલાકમાં ટપોટપ લોકોના મોતથી આખા ગામમાં ભયનો માહોલ છે. નોંધનીય છે કે આ ગામમાં 100થી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. એવામાં ગામના લોકોની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ઉકાળા તથા હોમિયોપેથીક દવાઓના કેમ્પ યોજવામાં આવ્યા છે.

ભારત અત્યારે કોરોના વાયરસની બીજી ભયંકર લહેરનો સામનો કરી રહ્યો છે. આ લહેરમાં છેલ્લા ઘણા દિવસથી દરરોજ ત્રણથી ચાર લાખ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે.

કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં સતત ત્રીજા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી છે. રાજ્યમાં 12 હજાર 64 નવા કેસ નોંધાયા છે જ્યારે સ્વસ્થ થયેલા દર્દીની સંખ્યા 13 હજાર 85 રહી છે. આમ, સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા નવા કેસ કરતા વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news