ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી માટે લખ્યો સંદેશ, કહ્યાં ગ્રેટ ફ્રેન્ડ

અમદાવાદમાં સવારના સમયે જગત જમાદાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અહીં પોતાના મિત્રને મળવા માટે પીએમ મોદી પ્રોટોકોલ તોડીને તેમના સ્વાગતમાં સૌથી આગળ ઉભા રહ્યા હતા. જેવા જ ટ્રમ્પ પ્લેનની નીચે ઉતર્યા ત્યાં જ પીએમ મોદી ટ્રમ્પને ભેટી પડ્યા હતા. જે બાદ તેઓને કાફોલ સીધો જ સાબરમતી આશ્રમ પહોંચ્યો હતો. અહીં વિઝિટર બૂકમાં ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી માટે ખાસ સંદેશ લખ્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિએ ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં સંદેશ લખ્યા લખ્યું કે, મારા ગ્રેટ ફ્રેન્ડ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી. આ અદભૂત (વન્ડરફૂલ) મુલાકાત માટે તમારો આભાર.

સાબરમતી આશ્રમની મુલાકાતે આવેલાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ માટે પીએમ મોદીએ ટૂર ગાઈડની ભૂમિકા ભજવી હતી. તેઓ જાતે ગાંધી આશ્રમ, હૃદયકુંજની માહિતી આપી હતી. તો સાથે જ મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પને ચરખો કાંત્યો હતો. જો કે તેઓને શરૂઆતમાં મુશ્કેલી પડી હતી. પણ પીએમ મોદી તેમને ચરખો કેમનો કાંતવો તે શીખવાડતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news