ગાંધીનગરમાં કોંગ્રેસનો કૃષિ બિલનો ઉગ્ર વિરોધ, પોલીસે કરી કાર્યકરોની અટકાયત

કેન્દ્રની મોદી સરકારના કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં રાજભવન સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. ઉલ્લેખીનય છે કે   વિધાનસભા સામે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રાજભવન સુધી કોંગ્રેસ દ્વારા કૃષિ બિલના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા છે.

નોંધપાત્ર છે કે કોંગ્રેસ દેશભરમાં ખેડૂતોના સમર્થનમાં કૃષિ બિલનો વિરોધ કરી રહી છે. જેથી ગાંધીનગરમાં પણ પોલીસની સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓની ઉપસ્થિતીમા ગુજરાત વિધાનસભાની સામે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે દેખાવો કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર કૃષિકાયદાને લોકસભામાં પસાર કરતાં દેશમાં વિરોધની અગનજવાળા ભભૂકી છે.

પંજાબમાં તો ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. અકાલીદળે એનડીએનો સાથ છોડયો છે ત્યારે હવે કોંગ્રેસે પણ ખેડૂતોના સમર્થનમાં લડત લડવા નક્કી કર્યુ છે. નોંધ પાત્ર છે કે અગન જ્વાળા ગુજરાતમાં પણ ફેલાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news