ફક્ત 1 મિસ્ડ કોલની મદદથી, તમે ગેસ સિલિન્ડર સરળતાથી, કરાવી શકો છો બુક

જો તમે તમારું ઘર બદલી રહ્યા છો તો આ સ્થિતિમાં હવે તમારા માટે તમારું LPG Gas connection પણ ટ્રાન્સફર કરવાનું ખૂબ જ સરળ બની ચૂક્યું છે. નાની અને સરળ પ્રક્રિયાની મદદથી તમે આ કામ ઝડપથી કરી શકો છો.

કેટલાક ડોક્યુમેન્ટ્સલઈને તમે નજીકના ડિસ્ટ્રીબ્યુટર પાસે જાઓ તો તમે નવું કનેક્શન પણ સરળતાથી મેળવી શકો છો. આ સિવાય તમે લોકેશન ચેન્જ કરો છો તો તે સ્થિતિમાં તમારે કયા નિયમોનું પાલન કરવાનું રહેશે તે પણ આજે જાણો.

એક જ શહેરમાં લોકેશન બદલતી સમયે તમારા વર્તમાન ડિસ્ટ્રીબ્યુટર ઈ કસ્ટમર ટ્રાન્સફર એડવાઈસ જાહેર કરશે. આ ઈશ્યૂ ડેટથી 3 મહિના સુધી વેલિડ રહેશે. તેના આધારે નવું લોકેશનનું ડિસ્ટ્રીબ્યુટર તમારા નામ તેના લિસ્ટમાં સામેલ કરી લેશે અને તમને નવા ગેસ સિલિન્ડર અને રેગ્યુલેટરની ખરીદીની જરૂર પડશે નહીં.

જો કસ્ટમર સિલિન્ડર જમા કરે છે તો તેને સબ્સ્ક્રિપ્શન વાઉચર પર લખેલા રૂપિયાનું રિફંડ મળે છે. તેણે પોતાના ડોમેસ્ટિક ગેસ કન્ઝ્યુમર કાર્ડ સબમિટ કરવાનું હોતું નથી. તે આ કાર્ડના આધારે નવા શહેરમાં નવું કનેક્શન લઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news