પ્રમોશન દરમિયાન ગૌહરે કર્યો ખુબ મોટો ખુલાસો, હવે બોલ્ડ સીન્સ નહીં કરે

લગ્ન પછી ગૌહર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તો સાથે જ થોડા દિવસો પહેલા વેબ સીરિઝ તાંડવનું ટ્રેલર રીલિઝ થયું છે. તેના પ્રમોશન દરમિયાન ગૌહરે ખુબ મોટો ખુલાસો કર્યો છે. તેણે હવે નિર્ણય કર્યો કે, હવે તે બોલ્ડ સીન્સ નહીં કરે.

ગૌહર ખાન હાલમાં અલી અબ્બાસ જફરની વેબ સીરિઝ તાંડવમાં જોવા મળી રહી છે. હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મે ઘણા વેબ શો રિજેક્ટ કરી નાંખ્યા છે કારણ કે તેમાં બોલ્ડ સીન્સ કરવાના હતા. ગૌહરે કહ્યું કે-હું એ નિર્ણય પર અડગ શું કે હું એમ જ બોલ્ડ સીન્સ નહીં કરુ. એક એક્ટર તરીકે મારુ કર્તવ્ય છે કે હું એ કિરદાર પર ન્યાય કરુ કે જેને હું પડદા પર નિભાવી રહી છું.

ગૌહરનું કહેવું છે કે હું માત્ર એવા પ્રોજેક્ટનો જ ભાગ બનવા માટે લાઈન ક્રોસ નહીં કરૂ. મારી પાસે જે પણ રોલ આવ્યા મને લાગ્યું કે હું પુરા દિલથી નહીં કરી શકુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news