ઘરમાંથી પાંચ-પાંચ અર્થી ઉઠતાં ભાંગી પડ્યા દાદા, કરુણ આક્રંદથી વડોદરાનું નવાપુરા ધ્રુજી ઉઠ્યું

વડોદરા: પહેલાં ભેદી રીતે ગુમ પછી નર્મદાની કેનાલમાં કારમાં મૃત હાલતમાં મળેલાં વડોદરાના કલ્પેશભાઈ પરમારના પરિવારના ચાર લોકોના ગઈકાલે ગુરૂવાર સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતહેહોને વડોદરાના નવાપુરામાં લવાતા વિસ્તાર કરુણ આક્રંદથી ધ્રુજી ઉઠ્યો હતો. એક સાથે ચાર-ચાર અર્થી ઉઠતાં તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. ઘરમાં પાંચ-પાંચ સભ્યોના નિધનથી કલ્પેશભાઈના દાદા ભાઈલાલભાઈ ભાંગી પડ્યા હતા. દરમિયાન આજે શુક્રવારે બનાવથી પાંચ કિલોમિટર દૂર કલ્પેશભાઈના પત્ની તૃપ્તીબેનનો મૃતહેદ મળી આવ્યો હતો. જેના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા બાદ ગુમ કલ્પેશભાઈ પરમારની કાર ગઈ કાલે ગુરૂવારે ડભોઈ પાસે નર્મદા કેનાલમાં મળી આવી હતી. કારમાં કલ્પેશભાઈ, માતા ઉષાબેન અને બે બાળકો નિયતી અને અથર્વનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે તૃપ્તીબેનનો મૃતહેદ બીજા દિવસે આજે મળી આવ્યો હતો.

એક સાથે ઘરના પાંચ-પાંચ સભ્યોના મોતથી ભાઈલાલભાઈ ભાંગી પડ્યાં. કલ્પેશભાઈના 82 વર્ષીય દાદા ભાઈલાલભાઈ મીડિયા સાથેની વાતચીતમાં શોકમગ્ન અવાજે કહ્યું હતું કે કલ્પેશના પિતાનું અવસાન થયા બાદ હું જ તેના પિતાની જવાબદારી પૂરી પાડતો હતો. કલ્પેશ મારો પૌત્ર હતો. પણ હવે 82 વર્ષે મારે આ જ દિવસો જોવાના બાકી હતા. મારા ઘરમાં અંધારું છવાઈ ગયું છે. હવે મારા ઘરનું બારણું કોણ ઉઘાડું રાખશે.મારું હસતું ખેલતું આખું ઘર જતું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news