ગોવામા કોરોનાનુ કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઇ ગયુ છે શરૂ : CM પ્રમોદ સાવંત

દેશભરમા કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાને લઇને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતએ કહ્યુ કે, રાજ્યમા હવે કોરોનાનુ કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ગયુ છે. કોરોના વાઇરસના નવા કેસ રાજ્યના વિવિધ ભાગોમાથી ઝડપથી સામે આવી રહ્યા છે.

મુખ્યમંત્રીએ વધુમા જણાવ્યુ કે, અમે સ્વીકાર કરીએ છીએ કે, રાજ્યમા કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ગયુ છે પરંતુ સંક્રમણની જાણકારી કેટલાક સામાન્ય લક્ષણોથી મળી જાય છે. રાજ્ય સરકારમા છેલ્લા કેટલાક દિવસથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ગયુ છે. જેના કારણે રાજ્યમા પ્રવેશ કરનાર લોકોએ પોતાનો કોરોના ટેસ્ટ કરવવાનો રહેશે તેમજ 14 દિવસ માટે હોમ કોરેન્ટાઇન રહેવુ પડશે.

વાસ્કોમા મંગોર હિલ અને સત્તારી તાલુકામા મોરલેમ ગામ કન્ટેન્મેન્ટ ઝોન છે જ્યારે રાજ્યમા કેટલાક નાના કન્ટેન્મેન્ટ ઝોન છે. ગોવામા 1039 પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જ્યારે 44 નવા કેસો અને 2 લોકોના કોરોનાથી મોત થયા છે તેમજ 370 લોકો સાજા થયા છે અને 667 પોઝીટીવ કેસ છે. અત્યાર સુધી કોરોના વાઇરસના 60,305 ટેસ્ટ થયા છે.

કોરોના વાઇરસના 5 લાખ કેસો

સૂત્રો અનુસાર, દેશમા કોરોના વાઇરસના 5 લાખ કેસો થઇ ગયા છે. મહારાષ્ટ્રમા 5024 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે દેશની રાજધાની દિલ્હીમા 3460 નવા કેસો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news