ગૃહમંત્રીની સુચનાથી પોલીસ ભાજપને જીતાડવા દારૂની ખેપ મારે છે : ચાવડા

અમદાવાદ : રાજ્યમાં પેટાચૂંટણીના (Assembly Byelection) મતદાન પહેલાં દારુ (Liqour) પર રાજનીતિ (Politics) શરૂ થઇ છે. કૉંગ્રેસ (Congress) પ્રમુખ (president) અમિત ચાવડાએ (Amit Chavada)પત્રકાર પરિષદ કરી રાજ્યના ગૃહમંત્રી (Home minister) પ્રદિપ સિંહ જાડેજા (Pradipsinh Jadeja) પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ છે કે’ ગૃહ મંત્રીના આદેશ બાદ જ પોલીસ તંત્રની મદદથી દારુનું વેચાણ કરવામાં આવ્યુ છે. રાજ્યની છ પેટાચૂંટણીમાં ભાજપ હાર ભાળી ગયુ છે તેથી હવે પોલીસની મદદથી બુટલેગરોને છૂટોદોર આપી દેવામાં આવ્યો છે. ચૂંટણીપંચ પણ નિષ્ક્રિય થઇ બેઠું છે. ચૂંટણી પંચ સમક્ષ આ મુદ્દે ફરિયાદ કરવામાં આવશે.

કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વધુમાં જણાવ્યુ હતું કે ‘ભાજપ હારભાળી જતાં ખુલ્લેઆમ દારુનું વિતરણ કરી મતદારોને લલચાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાયડના પ્રભારી અને રાજ્યના ગૃહમંત્રી જે હોટલમાં રોકાણ કરે છે તે હોટલની બહાર થી દારુ પકડાયો છે, તેમ છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ ઉલટાનું દારુ પકડનારને ધમકાવાનો પ્રયાસ સ્થાનિક પોલીસ કરી રહી છે. ગુજરાતમાં હવે દારુબંધી રહી નથી. ભાજપ દ્વારા પોતાના ફાયદા માટે ખુલેઆમ છ વિધાનસભામાં દારુનુ વિતરણ થઇ રહ્યુ છે. આવા સંજોગમાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઇએ ગૃહમંત્રીની સુચનાથી પોલીસ ભાજપને જીતાડવા દારૂની ખેપ મારે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news