ગુજરાતનો વધુ એક જિલ્લો બન્યો કોરોનાનો શિકાર, ગ્રીન ઝોન જૂનાગઢમાં પણ કોરોનાની એન્ટ્રી

ગુજરાતમાં એક પછી એક જિલ્લામાં કોરોના પગ પેસારો કરી રહ્યો છે. હવે જૂનાગઢ જિલ્લામાં પણ કોરોના વાયરસે એન્ટ્રી લઈ લીધી છે. અત્યાર સુધી કોરોનાથી મુક્ત રહેલા અને ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ થયેલા જૂનાગઢમાં કોરોનાના બે કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ભેંસાણ CHC સેન્ટરના ડોક્ટર અને પટ્ટાવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ માહિતી જૂનાગઢ જિલ્લા કલેક્ટરે ટ્વીટ દ્વારા આપી છે અને સત્તાવાર પુષ્ટિ કરી છે. હવે જૂનાગઢ જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. ભેંસાણમાં કોરોનાના 2 કેસ નોંધાયા. CHC સેન્ટરના ડોક્ટર અને પટ્ટાવાળાને કોરોના પોઝિટીવ આવ્યો છે જેના કારણે હાલ પુરતું આ CHC સેન્ટર બંધ કરવામાં આવ્યું છે. સુત્રોના હવાલેથી એવી માહિતી મળી રહી છે કે, બન્ને ભેંસાણના જ કેસ છે. ડોક્ટર ક્વાર્ટરમાં રહે છે અને પટ્ટાવાળો ભેસાણ જિન પ્લોટમાં રહે છે.

આ પહેલા ચેપ મુક્ત દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લામાં પણ કોવિડ-૧૯ના ત્રણ પોઝિટિવ કેસ મળ્યા છે. એ પછી બીજા જ દિવસે સરકારની મંજૂરી અર્થાત પ્રવાસ પરમિટ સાથે રેડ ઝોનના અમદાવાદથી છેક ૪૦૦ કિમી દૂર ગ્રીન ઝોન જામનગરમાં કોરોના વાઈરસ પહોંચ્યાનો ઘટસ્ફોટ થયો હતો. એટલું જ નહીં, ઓરેન્જમાંથી ગ્રીન ઝોનમાં મુકાયાના ગણતરીના જ કલાકોમાં જામનગરમાં ત્રણ પોઝિટિવ કેસ આવતા ચિંતા પેઠી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news