ગુજરાતમાં શાંતિ ડહોળનારની ‘ખેર’ નથી: હિંસા ભડકાવાનો Video વાયરલ કરનારની થઇ ઓળખ

ગુજરાતમાં ભોગૌલિક અને વસ્તીની દ્રષ્ટીએ માંડ બે-ત્રણ ટકા વિસ્તારમાં CAA, NRCના વિરોધના નામે નાગરીકો જાહેરમાં આંદોલન પર ઉતાર્યા છે.

સુલેહ શાંતિનો ભંગ કરી પોલીસ વિરુદ્ધ લોકોને ભડકાવવા માટે લખનઉમાં પોલીસે કરેલા લાઠીચાર્જની ઘટનાનો વીડિયો, શાહઆલમમાં પથરાવ સે પહેલે પોલીસને યે કિયા વો સહી થા તેવા હેડીંગ સાથે પોસ્ટ કરનાર ઉમરખાન પઠાણ વિરુદ્ધ ક્રાઈમબ્રાંચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઉમરખાનએ આ વીડિયો બહારનું હોવાનું જાણવા છતાં લોકોમાં વર્ગવિગ્રહ પેદા કરવા અને પોલીસ વિરુદ્ધ ભડકાવવા માટે ખોટો વીડિયો પોસ્ટ કરીને લોકોને ઉશ્કેરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ક્રાઈમબ્રાંચની ટીમએ ગુરુવારે જાહેર થયેલા બંધના એલાનને સોશિયલ વીડિયો પ્લેટફોર્મ પર થતી પોસ્ટ પર નજર રાખવાનો નિર્ણય કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.