અજીત સિંહની મંગળવારે તબિયત અત્યંત થઈ ગઈ હતી ખરાબ,ગુરૂગ્રામની એક હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા ભરતી

રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજીત સિંહનું નિધન થઈ ગયુ છે. તેઓ કોરોનાથી સંક્રમિત હતા. અજીત સિંહની મંગળવારે તબિયત અત્યંત ખરાબ થઈ ગઈ હતી.

પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહના દિકરા ચૌધરી અજીત સિંહ બાગપતથી 7 વાર સાંસદ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રહી ચુક્યા છે. 86 વર્ષની ઉંમરે તેમનું નિધન થયુ છે. તેમના નિધનથી પશ્ચિમી ઉત્તર પ્રદે સહિત બાગપતમાં શોકની લાગણી ફેલાઈ છે.

અજીત સિંહ 22 એપ્રિલે કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યાર બાદ તેમના ફેફસામાં સંક્રમણ ખૂબ જ ઝડપથી વધવા લાગ્યુ હતું. મંગળવાર રાતે અજીત સિંહની તબિયત વધારે ખરાબ થઈ હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news