રાહુલ ગાંધીની સજા પર હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું??

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સેશન્સ કોર્ટના આજના નિર્ણયને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. જો કે હવે રાહુલ ગાંધીએ આ સજાની સામે હાઈકોર્ટમાં જવા સિવાય હાલમાં કોઈ જ વિકલ્પ રહ્યો નથી અને રાહુલ સેશન્સ કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે. રાહુલ ગાંધીને સજા સંભળાવ્યા બાદ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતાં જણાવ્યું કે, કોર્ટનો નિર્ણય આખરી છે. મારુ માનવું છે કે કોર્ટે નિર્ણય કર્યો છે અને કોર્ટનો નિર્ણય આખરી છે.

જોકે ત્યાં સુધી રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ સ્થગિત જ રહેશે. તેમજ હાઈકોર્ટમાંથી જો સજા પર સ્ટે નથી લાગતો તો પણ તેમની મુશ્કેલી વધી શકે છે અને જ્યારે બીજી તરફ તે સ્થિતિમાં કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર થવાની પણ સંભાવના રહેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.