કેન્સરના કારણે માસ્ટરના મોત પર,હાથીએ સૂંઢથી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી કે,લોકોની આંખોમાં પણ આવી ગયા આંસુ….

હાલમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાથીએ તેના મહાવતને ભાવભીની અંતિમ વિદાય આપી છે. હાથીની આ અશ્રૂપૂર્ણ વિદાયનો વિડીયો ખૂબ જ ફેલાયો છે. આ કિસ્સો કેરળના કોટ્ટાયમનો છે.

મળતી માહિતી અનુસાર ઓમાનાચેથન તેના હાથી પ્રેમના કારણે આસપાસના લોકોમાં જાણીતો હતો. તે હાથીની મનથી સેવા કરતા. પલાટ બ્રહ્માદાથનની તેઓએ 8 વર્ષ સેવા કરી હતી.

મળતી માહિતી અનુસાર હાથી બ્રહ્માદાથન અને ઓમાનાચેથન અનેક વર્ષોથી કેરળના મંદિરમાં ધાર્મિક સમારોહમાં ભાગ લેતા હતા. બંનેમાં સારી આત્મીયતા હતી. બંને એકમેકની ભાવનાને મનુષ્યની જેમ સમજતા હતા. જ્યારે ઓમાનાચેથનના મોતના સમાચાર આવ્યા તો હાથીને ત્યા લાવાવમાં આવ્યો જ્યાં ઓમાનાચેથનનો પાર્થિવ દેહ હતો. જયારે હાથી આવ્યો તો તેણે માસ્ટરની તરફ સૂઢ ઉઠાવી અને તેને અંતિમ વિદાય આપી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news