રાજ્યમાં ગરમીનો પારો યથાવત્ ,આગામી 2 દિવસ હિટવેવની આગાહી .

હજુ પણ 2 દિવસ ગરમીનો લોકોએ સામનો કરવો પડશે.અને આગામી 2 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી છે તો સાથે જ અમદાવાદમાં તાપમાન 45 ડિગ્રી રહેવાનું અનુમાન છે. આવતીકાલથી અમદાવાદ, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ રહી શકે છે.

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં શુક્રવારે પણ ગરમીનો પ્રકોપ હથાવત્ રહેશે તેવા હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. ગુજરાતના વિવિધ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીનો વર્તારો જોવા મળી રહ્યો છે. પરંતુ બે દિવસથી તો રાજ્યના મોટાભાગના વિસ્તારો અગનભઠ્ઠીમાં ફેરવાયાં છે. બપોરના સમયે શહેરના રસ્તાઓ સૂમસામ બન્યાં હતા. કામ સિવાય ઘરની બહાર નહીં નિકળવાની તબીબો દ્વારા સલાહ અપાઈ રહી છે.અને શહેરના કેટલાક વિસ્તારોમાં તો બપોરના સમયે ગરમીના કારણે રસ્તાઓ પણ પીગળવા લાગ્યાં છે.

અમદાવાદ શહેરમાં સતત બે દિવસથી મહત્તમ તાપમાન 45 ડિગ્રીથી વધુ નોંધાતા શહેરીજનો અગનભઠ્ઠીમાં શેકાયા છે. બીજી તરફ સુરેન્દ્રનગરમાં પણ ગઈકાલે સતત બીજા દિવસે 46 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ્ થયાં હતા. પાટનગર ગાંધીનગરમાં પણ 44.9 ડિગ્રી તાપમાન નોધાયું હતું. આમ ત્રણેય શહેરોમાં હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.અને આ સિવાય અમરેલીમાં 44.6 ડિગ્રી, રાજકોટમાં 44.3 ડિગ્રી અને ડીસામાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.