અરે બાપ રે.. આ સંગઠન ફરકાવી શકે છે સંસદ પર ઝંડો

ઈન્ટેલિજન્સ એજન્સીએ (INTELLIGENCE AGENCY) તાજેતરમાં એક એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન (TERRORIST ORGANIZATION) શીખ ફોર જસ્ટિસ (SIKHS FOR JUSTIC) સંસદનો (PARLIAMENTS) ઘેરાવ કરી શકે છે. અને તેના પર ખાલિસ્તાની ઝંડો (KHALISTANI FLAG) લહેરાવી શકે છે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શીખ ફોર જસ્ટિસના આંતકવાદી ગુરુપત્વંત સિંહ પન્નુએ યુ-ટયૂબ ચેનલ પર એક વીડિયો જાહેર કર્યો છે.

આ વીડિયોમાં લાંબા સમયથી કૃષિ કાયદાના વિરોધમાં બેઠેલા ખેડૂતોને સંસદનો ઘેરાવ કરવા અને ૨૯ નવેમ્બરે સંસદના શિયાળુ સત્ર દરમિયાન ધ્વજ ફરકાવવાની અપીલ કરવામાં આવી છે .

પન્નુએ વીડિયોમાં એમ પણ કહ્યું છે કે સંસદ ભવન પર ખાલિસ્તાની નો ઝંડો ફરકાવનારને ૧.૫ લાખ યુએસ ડોલરનું ઇનામ આપવામાં આવશે. ગુપ્તચર વિભાગે દિલ્હી પોલીસ સહિત તમામ એજન્સીઓને સતર્ક રહેવા જણાવ્યું છે. સાથે સાથે જ સંસદ ભવન આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે પણ કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે પ્રતિબંધિત ખાલિસ્તાની જૂથ વિરોધ કરી રહેલા ખેડૂતોને ઉશ્કેરવાના હેતુથી વર્ષની શરૂઆતમાં એક જાહેરાત કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે જે પણ પ્રજાસત્તાક દિને લાલ કિલ્લા પર ખાલિસ્તાની ધ્વજ ફરકાવશે તેને ઈનામમાં ૨.૫ લાખ યુએસ ડોલર આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.